________________
[૭]
શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને અઢારમો ભવ-ત્રિપૃષ્ઠ વાસુદેવ
સંસારી જેમાં સ્ત્રી-પુરુષ અને નપુંસકના વિભાગે
સંસારમાં વર્તતા પ્રત્યેક જીવાત્માએ રૌતન્યધર્મની અપેક્ષાએ સમાન હોવાથી એક પ્રકારના છે. ત્રસ અને સ્થાવરની અપેક્ષાએ બે પ્રકારે છે, અને સ્ત્રી, પુરુષ તથા નપું. સક (નરજાતિ, નારીજાતિ અને નાન્યતરજાતિ)ની અપેક્ષાએ ત્રણ પ્રકારના છે. સ્ત્રી, પુરુષ અને નપુંસકમાં લિંગ અને વેદની અપેક્ષાએ બે બે પ્રકાર છે. શરીરના અંગોપાંગે સ્ત્રી સંબંધી હોય તે તે સ્ત્રીલિંગ, શરીરનાં અવય પુરુષ એગ્ય હોય તે તે પુરુષલિંગ અને શરીરના અમુક અંગોપાંગે સ્ત્રીસંબંધી અને અમુક અંગેપગે પુરુષ સંબંધી હોય તે તે નપુંસકલિંગ કહેવાય છે. પૃથ્વી-પાણી -અગ્નિ-વાયુ-વનસ્પતિમાં જ્યાં સુધી તન્ય છે. ત્યાં સુધી તે બધાય નપુંસકલિંગી છે. બે ઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય પણ પ્રત્યેક નપુંસકલિંગી છે. નરકમાં વર્તતા સર્વ નારકે નપુંસક છે. મનુષ્ય તેમજ પશુપક્ષી વગેરે તિર્યમાં સ્ત્રી પુરુષ અને નપુંસક એમ ત્રણેય લિંગ હોય છે, તેમજ સ્વર્ગમાં સ્ત્રી અને પુરુષ (દેવ દેવી) એમ બે