________________
૮૦
શ્રમણ ભગવાન મહાવીર ક્ષય કરવા દ્વારા મેક્ષે જાય અથવા છેવટે વૈમાનિક નિકાયમાં સ્વર્ગલેકના અધિકારી થાય છે. પાંચ ભારત અને પાંચ ઐરાવત ક્ષેત્રોમાં પ્રત્યેક અવસર્પિણી દરમિયાન ઉપર જણાવ્યા પ્રમાણે ત્રેસઠ શલાકા પુરુષે થાય. આ ત્રેસઠ શલાકા પુરુષે પૈકી ગ્રેવીસ તીર્થંકર દેવે તે નિશ્ચિતપણે તે જ ભવમાં મુક્તિગામી હોય છે, બાકીના બાર ચક્રવર્તીએ, નવ વાસુદેવે, નવ પ્રતિવાસુદેવ અને નવ બલદેવ પૈકી ઉપર જણાવ્યા મુજબ કઈ મુકિતમાં, કોઈ સ્વર્ગમાં અને કોઈ નરકમાં જાય છે. એમ છતાં સ્વર્ગ અને નરકમાં જનારા એ આત્માઓ અમુક ભવ બાદ છેવટે તે અવશ્ય મેક્ષગામી જ હોય છે. પુત્રીની સાથે જ પિતાએ કરેલ ગાંધર્વ-લગ્ન
ભગવાન મહાવીર પ્રભુને આત્મા સત્તરમાં ભવે શુક દેવલેકનું આયુષ્ય પૂર્ણ કરી આ ભારતમાં પિતનપુર નગરના રાજ પ્રજાપતિની રાણી મૃગાવતીની કુક્ષિથી પુત્ર તરીકે જન્મ પામ્યા, પુત્રને આત્મા માતાની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયે ત્યારે માતાને સાત મહાસ્વપ્ન આવ્યાં હતાં. અરિહંત અથવા ચવકની માતા ચોદ મહાસ્વપ્નને જોઈને જેમાં જાગૃત થાય છે, તેમ વાસુદેવની માતા સાત મહાસ્વપ્નને જોઈને જાગે છે. પિતનપુરના રાજાને બે રાણીઓ હતી. એકનું નામ ભદ્રા, અને બીજીનું નામ મૃગાવતી. ભદ્રા એ વિશિષ્ટ રાજકુલની કન્યા હતી અને રાજા પ્રજાપતિ સાથે યોગ્ય સમયે પાણિગ્રહણ થયા બાદ સંસાર સુખ ભોગવતાં એક