________________
७६
શ્રમણ ભગવાન મહાવીર
ભૌતિક સુખને અભિલાષાથી ભરપુર નિયાણની વૃત્તિ પ્રગટ થતાં મેહનું પ્રાબલ્ય ખૂબ વૃદ્ધિ પામ્યું.
અઢાર પાપસ્થાનકે પૈકી પ્રથમનાં હિંસા, અસત્ય, ચેરી મૈથુન વગેરે પાંચ દ્રવ્ય પાપે છે, પણ ત્યાર પછીના ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ વગેરે પાપસ્થાનકમાં ભાવપાપની પ્રધાનતા છે. જીવનમાં જેટલું દ્રવ્યપાપનું જોર તેટલા પ્રમાણમાં અઘાતી કર્મની અશુભ પ્રવૃતિઓ (પાપ પ્રકૃતિઓ) ને આત્માને બંધ થાય, અને જેટલું રાગ-દ્વેષ, વૈરવૃત્તિ, વગેરે ભાવપાપનું પ્રાબલ્ય તેટલા પ્રમાણમાં મેહનીય વગેરે ઘાતકમને તીવ્ર બંધ થાય અને તેના ફળ સ્વરૂપે ભાવિકાળે આત્માનું અધ:પતન થતું જાય. જીવનમાં નિયાણાની વૃત્તિ પ્રગટ થવી એ પણ એક પ્રકારનું પ્રબલ ભાવપાપ છે. નિયાણું કરવા પહેલાં અને નિયાણું કર્યા બાદ વિશ્વભૂતિ મુનિ પંચમહાવ્રતધારી હોવાથી હિંસા-અસત્ય-વગેરે દ્રવ્યપાપને તેમના જીવનમાં લગભગ અભાવ છે, અને તેના કારણે દ્રવ્યપુન્યનું જોર હેવાથી સત્તરમા ભવે સાતમું સ્વર્ગલેક અને અઢારમાં ભવે ત્રિપૃષ્ઠ વાસુદેવને ભવ પ્રાપ્ત કરે છે. જીવનમાં જેટલો જેટલો દ્રવ્ય પાપનો ત્યાગ તેટલો તેટલે દ્રવ્યધર્મ અને તેના ફલસ્વરૂપે પુન્યોદયના કારણે તેટલા પ્રમાણમાં સ્વર્ગાદિ બાહ્ય સુખની પ્રાપ્તિ થાય, તે જ પ્રમાણે જીવનમાં જેટલા અંશે ભાવ પાપને ત્યાગ તેટલે અંશે ભાવ ધર્મ અને તેના પ્રભાવે આત્માને સમ્યગ્દર્શન, વગેરે અલ્યન્તર ગુણની અનુલતા પ્રગટ થાય છે.