________________
૭૭
અઢારમે ભવ ત્રિપૃષ્ઠ-વાસુદેવ
વિષષ્ટિ શલાકા પુરૂષો અઢીદ્વિીપમાં ૫, ભરત ૫, ઐરાવત અને ૫, મહાવિદેહ એમ કર્મભૂમિના ક્ષેત્ર ૧૫ છે. એ પંદર કર્મભૂમિઓ પૈકી પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર, ચક્રવતી વગેરે શલાકા પુરૂષોને વિરહાકાળ નથી. પરંતુ પાંચ ભરત અને પાંચ એરવત ક્ષેત્રમાં કાળચક્રનું પરિવર્તન હોવાને કારણે તીર્થકર, ચકવર્તી વગેરે ઉત્તમ પુરુષોને સદાય સદ્દભાવ નથી હોતે, અવસર્પિણમાં તૃતીય આરાના પર્યત ભાગથી ચતુર્થ આરાના પર્યત ભાગ સુધીમાં અને ઊત્સર્પિણીમાં તૃતીય આરાના પ્રારંભથી ચતુર્થ આરાના પ્રારંભ પછી અમુક કાળ સુધીમાં ચિવશ તીર્થ કરે, બાર ચક્રવર્તી, નવ વાસુદેવ, નવ પ્રતિ વાસુદેવ અને નવ બલદેવ એમ ત્રેસઠ શલાકા પુરુષો શાસ્ત્રોક્ત મર્યાદા પ્રમાણે અવશ્ય થાય છે.
તીર્થકર અને ચક્રવતીઓ તેમાં તીર્થકર ભગવંતે ધર્મતીર્થના પ્રવર્તક, મહાપ, મહાનિયામક, મહા માહણ, મહા સાર્થવાહ યાવત્ ધર્મચકવર્તી હોય છે. તીર્થકરે પ્રવર્તાવેલા ધર્મતીર્થના આલંબનથી અસંખ્ય આત્માઓ મુકિતસુખને અધિકારી બને છે. તીર્થકર ભગવંતે પોતે પણ આયુષ્ય પૂર્ણ થયે નિર્વાણપદ પ્રાપ્ત કરે છે. અશોક વૃક્ષ વગેરે અષ્ટ મહાપ્રતિહાર્યો, ઈત્યાદિ બાહ્ય અત્યંતર ઐશ્ચર્ય એ તીર્થકર દે સિવાય કેઈને પણ સંભવતું નથી, અને એ કારણે જ એ ભગવંતને ધર્મદેવ ગણવામાં આવ્યા છે. ચક્રવર્તીઓ માનવગણના