________________
૭૫
અઢારમે ભવ “ત્રિપૃષ્ઠ-વાસુદેવ
દ્રવ્યપા૫ અને ભાવપાપની વિચારણું વિશ્વભૂતિમુનિ આયુષ્ય પૂર્ણ થયે વૈમાનિક નિકાયના બાર દેવલોક પૈકી સાતમા દેવલેકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા અને દેવલોકમાં દેવભવનું આયુષ્ય પૂર્ણ થયા બાદ જબુદ્વીપના ભરતક્ષેત્રમાં પિતનપુર નગરના પ્રજાપતિરાજાની મૃગાવતી રાણીની કુક્ષિથી, ત્રિપૃષ્ઠ વાસુદેવ તરીકે તેમને જન્મ થયો. વિધભૂતિ મુનિના ભાવમાં ભગવાન મહાવીર પ્રભુના આત્માએ જે નિયાણું કરેલું હતું, કે મારા ચારિત્રપર્યાયમાં મેં જે કાંઈ તપશ્ચર્યા વગેરે ધર્મારાધન કરેલ છે તેનાં ફલ તરીકે મારા દિલમાં એક જ અભિલાષા છે કે હવે પછી પ્રાપ્ત થનારા મનુષ્યભવમાં હું અત્યંત બલવાન બનું અને એ બળ વડે વિશાખાનંદીનાં ઉપહાસને બદલે લઈ શકું.” ધર્મ જે ધર્મબુદ્ધિથી થાય તે એ ધર્મ અનન્તરપણે કે પરંપરપણે આત્માને મોક્ષે પહોંચાડે છે, પરંતુ એ જ ધર્મ, ધર્મબુદ્ધિને બદલે ધન-દોલત–શારીરિક બલ, વગેરે ભૌતિક સુખની બુદ્ધિથી જ થાય, અથવા ધર્મ પ્રવૃત્તિ કર્યા બાદ તેના ફલ તરીકે એકાંતે ભૌતિક સુખની જ ભાવના જે પ્રગટે તે અમુક સમય સુધી એક્વાર ભૌતિક સુખની પ્રાપ્તિ તે આરાધેલા ધર્મના પ્રભાવે અવશ્ય થઈ જાય છે, પરંતુ પરિણામે એ ભૌતિક સુખની પાછળ આત્માનું ઉભય પ્રકારે અધ:પતન થાય છે. વિશ્વમૂતિ મુનિના ભવમાં કરેલી સંયમ અને તપોધર્મની જે આરાધના આત્માને અલ્પ સમયમાં અનંતનું પ્રભુત્વ પ્રાપ્ત કરાવનારી હતી તે આરાધનાની પાછળ તેવા પ્રકારની ભવિતવ્યતાના ગે એકાંત