________________
wwwminimummanna
શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને સેળભે ભવ “વિશ્વભૂતિ મુનિરાજ
અને ચાર ગતિનું સ્વરૂપ
ભગવાન મહાવીર પ્રભુને આત્મા પંદરમા ભવમાં પંચમ બ્રહ્મદેવલેકે મધ્યમ સ્થિતિવાળા દેવ તરીકે ઉત્પન્ન થયેલ છે, જે વાત અગાઉ કહેવાઈ ગયેલ છે. દેવલેકમાં સામાન્ય રીતે પુન્યપ્રકૃતિની બહુલતાવાળા જીવ ઉત્પન થઈ શકે છે. સંસાર, નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એમ ચાર ગતિમાં વહેંચાયેલ છે. સર્વ સંસારી જીવાત્માઓને આ ચાર ગતિમાં અન્તર્ભાવ થઈ જાય છે. પાપકર્મ કિંવા અશુભ કર્મને તીવ્ર દુઃખરૂપે ભેગવટ કરવાનું જે કઈ સ્થાન તેનું નામ નરકગતિ છે પુન્યકર્મ અથવા શુભ કર્મને વિશિષ્ટ ભૌતિક સુખરૂપે ભેગવટે કરવાનું જે કઈ સ્થાન તેનું નામ દેવગતિ છે. અધિક અંશે પાપ અને અલ્પ અંશે પુન્યને ભેગવટે કરવાનું જે કઈ સ્થાન તે તિર્યંચગતિ છે અને અલ્પાધિકપણે અથવા સમભાગે પુન્ય-પાપ બંને ભેગવવાનું જે કઈ સ્થાન તે મનુષ્યગતિ છે. પુન્ય અને પાપના અનેક પેટાવિભાગે તેમ જ તેમાં પણ તીવ્રતા–મંદતાના કારણે ફળમાં પણ અનેક વિભાગો દષ્ટિગોચર થાય છે. મનુષ્યપણું દરેક મનુષ્યમાં સમાન છતાં સુખ-દુઃખની પરિસ્થિતિમાં સમાનતા એકાંતે નથી હોતી તેનું મુખ્ય