________________
મહાનુભાવ મરિચિ યાને....
૬૫
થયેલી મોહનીય કર્મની પ્રબળ સત્તાના કારણે તેવા તેવા સંજોમાં સંયમી આત્મામાં પણ કદાચિત શિથિલતા નબળાઈ આવી જાય છે અને સંયમના શિખરે પહોંચવા પ્રસ્થાન કરનાર આત્મા અધવચ્ચેથી જ નીચે સરકી પડે છે. “સંયમ ગ્રહણ કર્યા બાદ સંયમમાંથી ભ્રષ્ટ થવું તે અપેક્ષાએ સંયમને સ્વીકાર ન કરે એ વધુ ઉત્તમ છે –આવાં વાકયે આપણા સમાજમાં ઘણીવાર ઉચ્ચારાય છે, પરંતુ આવાં વાક્ય ઉચ્ચારવામાં ઘણે ઉપયોગ રાખવાની જરૂર છે. કેઈપણ બાબતમાં એકાન્ત ક્યન કરવું એ જૈન દષ્ટિએ વ્યાજબી નથી. કેઈ પણ સંયમી આત્મા સગવશાત્ સંયમમાં શિથિલ બને તે અવસરે સાપેક્ષદષ્ટિ હૃદય સમક્ષ રાખી તેને સંયમમાં સ્થિર કરવાના આશયથી ઉપરનું વાક્ય બોલે તે તે બરાબર છે, પરંતુ બોલનાર વ્યકિતના અંતઃકરણમાં સંયમ તેમ જ સંયમી પ્રત્યે જોઈએ તે સદ્દભાવ ન હોય એ પરિસ્થિતિમાં કોઈ સાધુ પુરૂષને સંયમ માળેથી પરિયુત થયેલા જોઈ “સંયમ ગ્રહણ કર્યા બાદ સંયમથી ભ્રષ્ટ થવું એના કરતાં સંયમ ન લે એ શું ખોટું?” આવાં વાક્ય અપ્રશસ્તભાવે ઉચ્ચારાય તે ઊચ્ચારનાર માટે એ વાકયે અહિત કરનારાં છે. સંયમ જેવા અતિ પવિત્ર માર્ગ પ્રાપ્ત થવો એ જેટલી સોભાગ્યની વાત છે, તેથી પણ અધિક સૌભાગ્યની વાત એ અતિ પવિત્ર સંયમમાર્ગમાં શ.ભ.મ. ૮