Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતી-સાર ગૌ–હે ભગવન્! એકાંતપંડિત મનુષ્ય કઈ ગતિને યોગ્ય આયુષ્યકર્મ બાંધે ?
માહે ગૌતમ! તે તો કદાચ આયુષ્યકર્મ ન પણ બાંધે; અને બાંધે તે દેવનું જ બાંધે.
ગૌ –હે ભગવન્! તેનું શું કારણ?
મ0 –હે ગૌતમ! સર્વ એકાંતપંડિત મનુષ્યની માત્ર બે ગતિઓ કહી છે: (૧) અંતક્રિયા એટલે કે નિર્વાણ- મોક્ષ; અને (૨) કલ્પ — અનુત્તર – સુધીના દેવલોકમાં ઉત્પત્તિ.
હે ભગવન ! બાલપંડિત કોનું આયુષ્ય બાંધે ? મહ–હે ગૌતમ! દેવનું. ગૌ૦ –હે ભગવન ! તેનું શું કારણ?
મો—હે ગૌતમ ! બાલપંડિત મનુષ્ય શ્રમણ કે બ્રાહ્મણ પાસેથી એક પણ ધાર્મિક અને આર્ય વચન સાંભળી, તથા તેનું અવધારણ કરી, કેટલીક પ્રવૃત્તિથી (સ્થૂલ હિંસાદિકથી) અટકે છે અને કેટલીકથી ( હિંસાદિમાત્રથી) નથી અટકતો; કેટલીક પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ (પ્રત્યાખ્યાન) કરે છે, અને કેટલીક નથી કરતો; આમ કેટલીક પ્રવૃત્તિથી અટકવાને લીધે તેમ જ કેટલીકનો ત્યાગ કરવાને લીધે તે નરયિકાદિનું આયુષ્ય નથી બાંધતો, પરંતુ દેવનું આયુષ્ય બાંધી દેવામાં ઉત્પન્ન થાય છે.
– શતક ૧, ઉદ્દે ૮
૧. ટીકાકારના જણાવ્યા પ્રમાણે તેનો અર્થ “સાધુ” થાય છે.
૨. ચાર અનંતાનુબંધી કષાય અને ત્રણ મેહનીય ક્ષય થયા બાદ,
૩. એટલે કે શ્રાવક. –ટીકા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org