Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ભગવતીસા કચરાના ઢગલાને જુએ અને તેને વિખેરે; શરસ્તંભો, વરણુસ્તંભને, વંશમૂલસ્તંભને, કે વહિલમૂલસ્તંભને જુએ અને તેને ઉખેડે, ક્ષીરકુંભને, દધિકભને, ધૃતકુંભને કે મધુ કુંભને જુએ અને તેને ઉપાડે; સુરાના, સૌવીરના, તૈલના કે વસાના. મેટા કુંભને જુએ અને તેને ભેદી નાખે; કુસુમિત મોટા. પદ્માસવરને જુએ અને તેમાં પ્રવેશ કરે; મોટા સાગરને જુએ અને તેને તરી જાય; સર્વરત્નમય મોટું ભવન જુઓ અને તેમાં પ્રવેશ કરે; તથા સર્વરત્નમય મોટું વિમાન જુએ. અને તેના ઉપર ચઢે; – તો તે સિદ્ધ થાય.
– શતક ૧૬, ઉદેવ ૬
રંગ ગૌ–હે ભગવન્! પ્રવાહી ગાળ (ફાણિત) કેટલા. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળો હોય છે?
મ હે ગૌતમ! અહીં બે પ્રકારના નયે (દષ્ટિબિંદુએ) વિવક્ષિત છે. નૈૠયિક (પારમાર્થિક) નય પ્રમાણે તે તે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શવાળા છે; પણ વ્યાવહારિક નયની અપેક્ષાએ તે મધુર રસવાળો છે.
એ પ્રમાણે ભ્રમરને કાળો વર્ણ, પોપટની લીલી પાંખ રાતી મજીઠ, પીળી હળદર, શેળે શંખ, સુગંધી કુષ્ઠ, દુર્ગધી મડદું, કડવો લીમડે, તીખી ચૂંઠ, તૂરું કાંડું, ખાટી આમલી. ગળી ખાંડ, કર્કશ વજ, સુંવાળું માખણ, ભારે લોઢું, હળવું બોરડીનું પાન, ઠંડે હિમ, ઉણ અગ્નિકાય, અને સ્નિગ્ધ તેલ માટે જાણવું. રાળ લૂખા સ્પર્શવાળી છે. પુદ્ગલ એક વર્ણ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org