Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
લેખકનું સ્તવન ગૌતમાદિ ગણધરોને નમસ્કાર ! ભગવતીસૂત્રને નમસ્કાર ! દ્વાદશાંગ ગણિપિટકને નમસ્કાર ! . કાચબાની પેઠે સુંદર ચરણકમલવાળી, નહીં ચળાયેલ કરંટ વૃક્ષની કળી સમાન એવી પૂજ્ય શ્રુતદેવી મારા મતિઅજ્ઞાનનો નાશ કરો !
આ સુત્રને આદિના આઠ શતકના બબ્બે ઉદ્દેશકોને એક એક દિવસે ઉપદેશ કરાય છે. પરંતુ પ્રથમ દિવસે ચોથા શતકના આઠ ઉદ્દેશકે અને બીજે દિવસે બે ઉદ્દેશકે ઉપદેશાય છે. નવમા શતકથી આરંભી જેટલું જેટલું જાણી શકાય તેટલું તેટલું એક એક દિવસે ઉપદેશાય છે. વધારેમાં વધારે એક શતકનો એક દિવસે ઉપદેશ કરાય છે; મધ્યમપણે બે દિવસે શતકનો, અને ઓછામાં ઓછું ત્રણ દિવસે શતકન. એમ વીસમા શતક સુધી જાણવું. પણ પંદરમા ગશાલક શતકને એક દિવસે ઉપદેશ કરાય છે. જે બાકી રહે, તો તેનો એક આયંબિલ કરીને ઉપદેશ કરાય છે;
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org