Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
દેવોની સ્થિતિ તે પિતાનાં યથેષ્ટ કાર્યો કરે છે. એ પ્રમાણે નરદેવ અને ધર્મદેવ સંબંધે પણ કહેવું. દેવાધિદેવમાં પણ તે બધી શક્તિ છે, પણ ઔસુકયના અભાવથી તેમણે તેમ કર્યું નથી, કરતા નથી અને કરશે પણ નહીં. ભાવોનું ભવ્યદ્રવ્ય જેવું જ જાણવું.
ભવ્યદ્રવ્યદેવ ભરીને દેવોમાં જ ઉત્પન્ન થાય; નરદેવો તો નૈરયિકોમાં જ થાય. ધર્મદે વૈમાનિકથી ઉપરના દેવામાં જ ઉત્પન્ન થાય છે; દેવાધિદેવો તે મરણ પામીને સિદ્ધ – બુદ્ધ – મુક્ત થાય છે. ભાવેદે તિર્યચનિકમાં અને મનુષ્યમાં જ ઉત્પન્ન થાય. - સૌથી થડા નરદે છે; તે કરતાં દેવાધિદેવો સંખ્યાતગણું છે; તે કરતાં ધર્મદેવ સંખ્યાતગણું છે; તે કરતાં ભવ્યદ્રવ્ય અસંખ્યાતગણું છે, અને તે કરતાં ભાવદે અસંખ્યાતગણ છે.
– શતક ૧૨, ઉદે. ૯
દેવોની સ્થિતિ આલબિકા નગરીમાં શંખવન ચત્ય હતું. તે નગરીમાં ઘણું શ્રાવકે રહેતા હતા. એક વખત એકઠા થયેલા અને બેઠેલા તે શ્રાવકમાં વાર્તાલાપ થયો કે, “દેવલોકમાં દેવોની કેટલા કાલ સુધી સ્થિતિ કહી છે?” ત્યારે દેવસ્થિતિ સંબંધી સત્ય હકીકત જાણનાર ઋષિભપુત્રે તેમને કહ્યું કે,
૧. કોઈ ચક્રવતી દેવમાં પણ ઉત્પન્ન થાય છે, પરંતુ તે -નરદેવપણું છોડીને ધર્મદેવપણું પામે તો જ. કામાગને ત્યાગ કર્યા સિવાય તે તે નૈયિકમાં જ ઊપજે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org