Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
વિમાનિકા
૭૧૯
૧૬૦૦૦ આત્મરક્ષક હોય છે. દરેકને ચાર ચાર પટરાણી હોય છે.*
- શતક ૩, ઉદ્દે ૧ ચભર વગેરે ઇદ્રોને ત્રણ ત્રણ સભાઓ હેય છે. તેમનાં નામ શમિકા, ચંડા અને જાતા છે. પહેલી સ્થિર સ્વભાવવાળી છે, બીજી ચંડ છે, અને ત્રીજી કોપ વગેરે ભાવોને વગર પ્રયોજને પણ ભજનારી છે. એ ત્રણે સભા ક્રમપૂર્વક અત્યંતરા, મધ્યમા અને બાહ્યા છે. પ્રથમ સભામાં ૨૪૦૦૦ સભાસદો છે, બીજીમાં ૨૮૦૦૦ અને ત્રીજીમાં ૩ર૦૦૦. પ્રથમ સભામાં ૩૫૦ દેવીઓ, બીજીમાં ૩૦૦ અને છેલ્લીમાં ૨૫૦ દેવીએ સભાસદ છે. એ પ્રમાણે બલિ વગેરેનું પણ જાણવું. પણ સભાસદ બધેથી ચાર ચાર હજાર ઓછા કરવા, અને દેવીઓમાં સો સો ઉમેરવી.
– શતક ૩, ઉદે. ૧૦ ૨ વૈમાનિકે
ઈશાનંદના લોકપાલે, તેમનાં વિમાનો, અને રાજધાનીઓ માટે શતક ૪, ઉદ્દે ૧-૮; માં જોયું. શકરાજના લોકપાલો વગેરેના વર્ણન માટે જુઓ શતક ૩, ઉદ્દે છે. તેને ચાર લોકપાલો છેઃ સેમ, યમ, વરુણ અને વૈશ્રમણ. સેમરાજાની
• અસુરકુમાર વગેરેની પટરાણીઓનાં નામ વગેરેનું વર્ણન શતક ૧૦, ઉદ્દે પમાં છે.
૧. એમ બીજે ઠેકાણે પણ થતા ફેરફારને માટે જુઓ વાભિગમ સૂત્ર ૫. ૧૬૪-૧૭૪ તથા ૩૮૮-૩૯૦.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org