Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
સામાન્ય કથન પૃથ્વીમાં પણ કહેવું; અને ત્રીજીમાં પણ કહેવું; પણ ત્રીજમાં નાગેનો નિષેધ કરે. કારણ તે ત્રીજીથી આગળ જઈ શકતા નથી. ચોથીમાં પણ એમ જ કહેવું, પણ ત્યાં અસુરકુમાર તેમ જ નાગકુમાર બંનેને નિષેધ કર. એ પ્રમાણે બધી નીચેની પૃથ્વીએમાં એકલે દેવ વૃષ્ટિ આદિ કરે છે.
સૌધર્મકલ્પ અને ઈશાનકલ્પમાં મેઘની બાબતમાં દેવ અને અસુરને કહેવા. તેમ જ સ્વનિત શબ્દનું પણ જાણવું. ત્યાં બાદર પૃથ્વીકાય કે બાદર અગ્નિકાય નથી. ચંદ્ર વગેરે કે તેમનો પ્રકાશ નથી, તથા ગ્રામાદિ નથી.
એ પ્રમાણે સનસ્કુમાર અને મહેન્દ્રમાં પણ જાણવું, પણ ત્યાં એકલો દેવ વૃષ્ટિ આદિક કરે છે એમ કહેવું. એમ બ્રહ્મલોક અને તેની ઉપર પણ જાણવું.
– શતક ૬, ઉદ્દે ૮ ગોહે ભગવન! આ રત્નપ્રભા પૃથ્વીમાં સંખ્યાતજન વિસ્તારવાળા અને અસંખ્યાતયોજન વિસ્તારવાળા નરકાવાસ છે. તેમાંના સંખ્યાતજન વિસ્તારવાળા નરકવાસમાં એક સમયે કેટલા નારક છે ઉત્પન્ન થાય ?
મહ–હે ગૌતમ! ઓછામાં એક બે કે ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાતા નારકો ઉત્પન્ન થાય. તે કાપિત લેસ્યાવાળા હય, સંજ્ઞી હોય, અસંજ્ઞી હોય, કૃષ્ણપાક્ષિક હેય, શુકલપાક્ષિક હોય, ભવસિદ્ધિક હોય, અભવસિદ્ધિક હોય. મતિજ્ઞાનવાળા હોય, શ્રુતજ્ઞાનવાળા હોય, અવધિજ્ઞાનવાળા હેય, (એમ ત્રણે અજ્ઞાનવાળા પણ કહેવા). ચક્ષુર્દર્શન
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org