Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૭૫
વિમાનિકે તેઓ જે પુદ્ગલોને રમાહારપણે ગ્રહે છે, તે બધાં સંપૂર્ણપણે ખાવામાં આવે છે, અને જે પુદગલો પ્રક્ષેપાહારપણે લેવામાં આવે છે, તેમાંને અસંખ્ય ભાગ ખાવામાં આવે છે, અને બીજા અનેક હજાર ભાગો ચખાયા વિના તેમ જ સ્પર્શીયા વિના જ નાશ પામે છે. તેમાં નહીં સ્પર્શયેલા પુગલો ચખાયેલા કરતાં અનંતગણું છે.
ત્રણઈદ્રિયવાળાની વધારેમાં વધારે સ્થિતિ ૪૯ રાત્રીદિવસ, તથા ચાર ઇંદ્રિયવાળાની છ માસની છે. બાકી બધું પૂર્વ પ્રમાણે.
પંચેદિય તિર્યંચોની વધારેમાં વધારે સ્થિતિ ત્રણ પલ્યોપમ છે. તેઓને ઉચાસ વિમાત્રામાં છે. તેઓનો આભોગ આહાર ઓછામાં ઓછે અંતર્મુહૂર્વે અને વધારેમાં વધારે છ ટંકે – બે દિવસ ગયા પછી – હોય છે. તે પ્રમાણે મનુષ્યનું જાણવું; પણ આહાર ઓછામાં ઓછે અંતર્મુહૂર્તે -અને વધારેમાં વધારે આઠ ટંકે – ત્રણ દિવસ ગયા પછી હોય છે.
વાનવ્યંતરોની ઓછામાં ઓછી સ્થિતિ દશહજાર વર્ષની, અને વધારેમાં વધારે પલ્યોપમની છે. બાકી બધું નાગકુમારની પેઠે જાણવું. એ પ્રમાણે જ્યોતિષ્ક દેવોનું પણ જાણવું. પણ તેમને ઓછામાં ઓછું અને વધારેમાં વધારે બેથી નવ મુહૂર્ત પછી શ્વાસ હોય છે. અને આહાર ઓછામાં ઓછા અને વધારેમાં વધારે બેથી નવ દિવસ પછી હોય છે. તેઓની ઓછામાં ઓછી સ્થિતિ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org