Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૭૧૭
ભવનવાસી દે રાજધાની આવે છે. તેનો કિલ્લો ૧૫૦ જન ઊંચે છે. તે કિલ્લો નીચે ૫૦ એજન પહોળા છે અને ઉપર તેર
જન પહોળે છે. તેને એક એક બાહુમાં પાંચસે પાંચ દરવાજા છે. તેની ઊંચાઈ ૨૫૦ યોજન છે, અને વિસ્તાર ૧૨૫ પેજન છે. તેમાં તેની સુધર્માસભા વગેરે આવેલાં છે.
– શતક ૨, ઉદ્દે ૮. મોકા નગરીના નંદન ચૈત્યમાં ભગવાનના બીજા શિષ્ય. અગ્નિભૂતિ પૂછે છે : હે ભગવન ! અસુરરાજ ચમર કેવી. ત્રાદ્ધિ, કાંતિ, બળ, કીર્તિ, સુખ, પ્રભાવ અને વિક્ર્વાણ શક્તિવાળે છે?
મં–હે ગૌતમ ! તે ત્યાં ૩૪ લાખ ભવનાવાસ.. ઉપર, ૬૪ હજાર સામાનિક દેવો ઉપર, ૩૩ ત્રાયશ્ચિંશક દેવો ઉપર, ચાર લોકપાલો ઉપર, પાંચ પટરાણુઓ ઉપર સાત સેનાએ ઉપર, તથા બે લાખ પ૬૦૦૦ આત્મરક્ષક દેવો ઉપર અને બીજા નગરવાસી દે ઉપર સત્તાધીશપણું ભોગવતો વિહરે છે. એ ચમર આખા જબુદીપ , પણ આ તીરછા લોકમાં પણ અસંખ્ય દ્વીપ અને સમુદ્ર સુધીનું
*
--
—
૧. વિગત માટે જુઓ જીવાભિગમસૂત્ર પ૨૧-૬૩૨.
૨. તેમને જન્મ મગધ દેશના ગોબર ગામમાં ગૌતમ ગોત્રીય વિપ્ર શ્રી વસુભૂતિને ત્યાં પૃથ્વીદેવીની કૂખે થયો હતો. દીક્ષા સમયે તે ૪૩ વર્ષના હતા. બાદ તે ૧૨ વર્ષ છદ્મસ્થપણે અને ૧૬ વર્ષ કેવળીપણે વિદ્યમાન હતા. તેમનું કુલ આયુષ્ય ૭૪ વર્ષનું હતું. તેમનું નિર્વાણ મહાવીરના જીવનકાળમાં જ રાજગૃહમાં. થયું હતું.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org