Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
દેવેની શકિત
૧૫
દેવેની શક્તિ ગૌ–હે ભગવન ! દેવ પિતાની શક્તિ વડે ચાર પાંચ દેવવાસને ઉલ્લંઘન કરે, અને ત્યાર પછી બીજાની શક્તિ વડે ઉલ્લંઘન કરે ?
ભવ–હા ગૌતમ ! અસુરકુમારે પણ આત્મશક્તિથી અસુરકુમારોના આવાસનું ઉલ્લંઘન કરે; ત્યાર પછી બીજાની શક્તિ વડે ઉલ્લંઘન કરે. એ રીતે વૈમાનિક સુધી જાણવું.
ગૌ–હે ભગવન ! અલ્પ ત્રાદ્ધિવાળા દેવ મહા ઋદ્ધિવાળા દેવની વચ્ચે થઈને જાય?
મ–ગૌતમ ! તે પ્રમાણે સમાન ઋદ્ધિવાળો પણ સમાન ઋદ્ધિવાળાની વચ્ચે થઈને ન જાય; પણ જે તે પ્રમત્ત હોય તો તેમની વચ્ચે થઈને જાય.
ગૌ૦–હે ભગવન્! શું તે દેવ સામેના દેવને વિમેહ પમાડીને જઈ શકે, કે વિમેહ પમાડ્યા વિના જઈ શકે ?
મ–હે ગૌતમ! વિમેહ પમાડીને જઈ શકે.૧ મહાદ્ધિવાળા દેવ તો અલ્પ ઋદ્ધિવાળા દેવની વચ્ચે થઈને – તેને વિમેહ પમાડ્યા વિના, કે વિમોહ પમાડીને – જઈ શકે.
એ પ્રમાણે અલ્પ શક્તિવાળે અસુરકુમાર મહાશક્તિવાળા અસુરકુમારની વચ્ચે થઈને જઈ શકે વગેરે વૈમાનિક
૧. એ પ્રમાણે શસ્ત્રપ્રહાર કરીને જઈ શકે, એ વિકલ્પ પણ જાણુ.
– શતક ૧૪, ઉદ્દે ૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org