SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ દેવેની શકિત ૧૫ દેવેની શક્તિ ગૌ–હે ભગવન ! દેવ પિતાની શક્તિ વડે ચાર પાંચ દેવવાસને ઉલ્લંઘન કરે, અને ત્યાર પછી બીજાની શક્તિ વડે ઉલ્લંઘન કરે ? ભવ–હા ગૌતમ ! અસુરકુમારે પણ આત્મશક્તિથી અસુરકુમારોના આવાસનું ઉલ્લંઘન કરે; ત્યાર પછી બીજાની શક્તિ વડે ઉલ્લંઘન કરે. એ રીતે વૈમાનિક સુધી જાણવું. ગૌ–હે ભગવન ! અલ્પ ત્રાદ્ધિવાળા દેવ મહા ઋદ્ધિવાળા દેવની વચ્ચે થઈને જાય? મ–ગૌતમ ! તે પ્રમાણે સમાન ઋદ્ધિવાળો પણ સમાન ઋદ્ધિવાળાની વચ્ચે થઈને ન જાય; પણ જે તે પ્રમત્ત હોય તો તેમની વચ્ચે થઈને જાય. ગૌ૦–હે ભગવન્! શું તે દેવ સામેના દેવને વિમેહ પમાડીને જઈ શકે, કે વિમેહ પમાડ્યા વિના જઈ શકે ? મ–હે ગૌતમ! વિમેહ પમાડીને જઈ શકે.૧ મહાદ્ધિવાળા દેવ તો અલ્પ ઋદ્ધિવાળા દેવની વચ્ચે થઈને – તેને વિમેહ પમાડ્યા વિના, કે વિમોહ પમાડીને – જઈ શકે. એ પ્રમાણે અલ્પ શક્તિવાળે અસુરકુમાર મહાશક્તિવાળા અસુરકુમારની વચ્ચે થઈને જઈ શકે વગેરે વૈમાનિક ૧. એ પ્રમાણે શસ્ત્રપ્રહાર કરીને જઈ શકે, એ વિકલ્પ પણ જાણુ. – શતક ૧૪, ઉદ્દે ૩ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy