Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
રાશિઓ સમસ્ત જીવો સામાન્યરૂપેલ આકાશના કૃતયુગ્મ પ્રદેશને આશરીને જ રહેલા છે. કારણ કે સમસ્ત છ વડે અવગાઢ પ્રદેશ અસંખ્ય છે; અને વિશેષરૂપે ચારે પ્રકારની રાશિવાળા પ્રદેશોને આશરીને રહેલા હોય.
નારકે સામાન્યરૂપે ચારે પ્રકારની રાશિવાળા પ્રદેશોને આશરી રહેલા હોય; કારણકે તેમનાં પરિણામ વિચિત્ર છે, તથા તેમના શરીરનું પ્રમાણ પણ વિચિત્ર છે. વિશેષ રૂપે પણ તેમ જ ગણવું. એકૅક્રિય અને સિદ્ધ સિવાય બાકીના બધા જીવો માટે એમ જ જાણવું. સિદ્ધો અને એકંદિકે સામાન્ય જીવની પેઠે જાણવા.
જીવ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળો છે. કારણકે સામાન્ય જીવની સ્થિતિ સર્વ કાળમાં શાશ્વત છે, અને સર્વકાળ નિયત અનંત સમયાત્મક છે.
પરંતુ નૈરયિક ચારે પ્રકારની રાશિવાળા સમયની સ્થિતિવાળો હોય; તેવું જ વૈમાનિક સુધી જાણવું. કારણકે નારકાદિની ભિન્ન ભિન્ન સ્થિતિ હોવાથી કોઈ વાર તે કૃતયુગ્મ સમયની સ્થિતિવાળો હોય...તો કઈ વાર કલ્યોજ સમયની સ્થિતિવાળો હેય. સિદ્ધને જીવની પેઠે જાણવું. - જીવના કાળા વર્ણના પર્યાય, શરીરના વર્ણની અપેક્ષાએ ચારે પ્રકારના હોય. એમ વૈમાનિક સુધી જાણવું. સિદ્ધ
૧. એક સમયે જ નહીં, એ અર્થમાં. અયૌગપ. ૨. એક સમયે–યુગપતું.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org