Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રી ભગવતીસાર સંખ્યાતા રત્નપ્રભામાં, સંખ્યાતા શર્કરા પ્રભામાં અને સંખ્યાતા વાલુકાપ્રભામાં.
એ જ પ્રમાણે એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને સંખ્યાતા પંકpભામાં હોય – એમ ગણતાં ગણતાં પાછા સંખ્યાતા રત્નપ્રભામાં સંખ્યાતા વાલુકાપ્રભામાં અને સંખ્યાતા પંકપ્રભામાં હય, એ જગાએ આવવું. " એમ પછીની બધી પૃથ્વીઓનું ગણવું. એમ ત્રિકસંગથી કુલ ૭૩૫ વિકલ્પ થશે.
૪. હવે એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને સંખ્યાતા પંકપ્રભામાં. ત્યારબાદ પૂર્વોક્ત ક્રમથી ત્રીજી પૃથ્વીમાં બે થી માંડીને સંખ્યાત પદને સંચાર કરતાં બીજા દશ વિકલ્પ થાય છે. એમ બીજી તથા પ્રથમ પૃથ્વીમાં પણ બેથી માંડીને સંખ્યાત પદને સંચાર કરતાં ૨૦ વિકલ્પ થાય. એમ બધા મળીને ૩૧ વિકલ્પ થાય. તે ૩૧ વિકલ્પ સાથે સાત નરકનાં ચતુષ્કસંગી ૩૫ પદને ગુણાકાર કરતાં કુલ ૧૦૮૫ વિકલ્પો થશે.
એમ આદિની પાંચ પૃથ્વીઓ સાથે પંચસંગ કરવે. તેમાં પ્રથમ ચારમાં એક એક, અને પાંચમીમાં સંખ્યાતા એમ પ્રથમ વિકલ્પ થાય. ત્યારબાદ ચોથી પૃથ્વીમાં અનુક્રમે બેથી માંડીને સંખ્યાત પદ સુધી સંચાર કરે. એ રીતે બાકીની ત્રીજી, બીજી અને પ્રથમ પૃથ્વીમાં પણ કરે. એમ બધા મળીને પંચગી ૪૧ વિકલ્પ થાય. તેની સાથે નર પૃથ્વીના પંચસગી ૨૧ પદોનો ગુણાકાર કરતાં કુલ ૮૬૧ વિકલ્પો થશે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org