Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ભગવતીન્સાર દુંદુભિ, વીણું વગેરે તત વાજા, ઢેલ વગેરે વિતતવાજો, નકકર વાજા, અને પિલાં વાજાંને શબ્દ સાંભળે છે ?
મહ–હા ગૌતમ!
ગૌત્ર –હે ભગવન્! તે શબ્દો કાન સાથે અથડાયા પછી સંભળાય છે કે અથડાયા વિના ?
મહ–હે ગૌતમ ! અથડાયા પછી સંભળાય છે. વળી તે ઓરે રહેલા શબ્દોને જ સાંભળે છે, પરે રહેલાને નહીં. પરંતુ કેવળી તો એર કે પરે રહેલા આદિ અને અંત વિનાના સર્વ પ્રકારના શબ્દને જાણે છે. કારણ કે તે સર્વ દિશાની મિત તેમ જ અમિત વસ્તુને પણ જાણે છે અને જુએ છે. તે બધું જાણે છે અને બધું જુએ છે. તે સર્વકાળે સર્વ પદાર્થો – ભાને જાણે છે અને જુએ છે. તેને અનંત જ્ઞાન અને અનંત દર્શન છે. વળી તે જ્ઞાન અને દર્શન કઈ જાતના આવરણવાળું નથી.
– શતક ૫, ઉ૦ ૪
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org