Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતી-સાર હોય છે. તે જ પ્રમાણે ત્રીજી, ચોથી, પાંચમ, છઠ્ઠી અને સાતમી પ્રતિમામાં અનુક્રમે ત્રણ, ચાર, પાંચ, છે અને સાત દત્તિઓ અનુક્રમે ત્રણ, ચાર, પાંચ, છ અને સાત માસ સુધી. લેવાની હોય છે. આઠમી પ્રતિમામાં સાત રાત્રીદિવસ પાણી પીધા વિના એકાંતર ઉપવાસ કરવાના હોય છે; પારણમાં આંબેલ કરવાનું હોય છે; ગામની બહાર રહેવાનું હોય છે, ચતા કે પડખે સૂવાનું હોય છે; તથા ઉભડક બેસીને જે આવે તે સહન કરવાનું હોય છે. ૯મી પ્રતિમામાં તેટલાં જ રાત્રીદિવસ તે પ્રમાણે જ ઉભડક રહેવાનું હોય છે તથા વાંકા લાકડાની પેઠે સૂવાનું હોય છે. ૧૦મી પ્રતિભામાં પણ તેટલા જ રાત્રીદિવસ તે પ્રમાણે જ ગોદહાસન અને વિરાસનમાં રહેવાનું તથા સંકોચાઈને બેસવાનું હોય છે. ૧૧મી પ્રતિમામાં પાણી વિનાનો છઠ– છ ટંકનો ઉપવાસ કરવાને. હોય છે, તથા એક રાત્રીદિવસ ગામ બહાર હાથ લંબાવીને રહેવાનું હોય છે. ૧૨મી પ્રતિમામાં એક અઠ્ઠમ – ત્રણ ઉપવાસ કરીને એક રાત્રી નદી વગેરેને કાઠે ભેખડ ઉપર આંખે પટપટાવ્યા વિના રહેવાનું હોય છે.
&દક મુનિએ આ બારે પ્રતિમાઓ સ્ત્ર અનુસાર,
૧. આંબેલ એટલે ધી-દૂધ વગેરે રસ વિનાનું અન્ન એક વાર ખાવું અને ગરમ પાણી પીવું તે.
૨. આ ભિક્ષુપ્રતિમાઓ ગમે તે સાધુ ન કરી શકે, પણ લગભગ દશ પૂર્વ એટલે જેને અભ્યાસ હોય તે જ કરી શકે.
કારણકે તેટલા અભ્યાસી મુનિની વાગી અમેઘ હોય છે; તેથી તે જિનશાસનની વૃદ્ધિ કરવાપૂર્વક લોકકલ્યાણુમાં સિદ્ધહસ્ત. સિદ્ધવાફ હેાય છે.” અર્થાત્ એ મુનિ પોતાની શક્તિને ઉપયોગી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org