Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ઉદાચન રાજા
:
વાત જાણી પ્રજાજને। હર્ષિત થઈ તેમનાં દર્શને નીકળ્યા; અને દાયન રાન્ન પણ પરિવારથી વીટળાઈ ને ઝટપટ ત્યાં ગયેા. ત્યારબાદ ભગવતે ધર્માંકથા કહી. તે સાંભળી હર્ષિત થઈ ઉદાયન રાજાએ ભગવાનને પ્રદક્ષિણા કરીને કહ્યું કે, અભાચિકુમારને રાજ્ય વિષે સ્થાપન કરી, આપની પાસે હું પ્રત્રજ્યા લેવા ઇચ્છું છું. પછી મહાવીર ભગવાનની પરવાનગી મળતાં રાજા ઘર તરફ્ જવા નીકળ્યા, પરંતુ તેને રસ્તામાં વિચાર આવ્યા કે, મારા પ્રિય પુત્રને હું રાજ્ય સોંપી પ્રજિત થાઉં, તે! મારે તે પ્રિય પુત્ર મનુષ્ય સબધી કામભોગેામાં મૃતિ, લુબ્ધ અને બદ્ધ થઈ તે અનાદિ અને અનંત સંસારસાગરમાં અટવાયા કરશે. માટે હું તે મારા ભાણેજ કેશકુમારને રાજ્ય વિષે સ્થાપું.
ઘેર આવી રાજાએકીકુમારના રાજ્યાભિષેકના મહાત્સવની તૈયારી કરવાના હુકમ આપ્યા. અને યાગ્ય સમયે વિધિપુરઃસર કીકુમાર રાજા થયે પણ ખરે.. પછી ઉદાયન પણ પ્રત્રજિત થઈ, યેાગ્ય તપ-કર્મો કરતા મરણ પામી સિદ્ધ થયા – મુક્ત થયા.
*
* પછીના આવશ્યકચૂર્ણિ, ટીકા આદિ ગ્રંથામાં ઉદૃાયનના મૃત્યુની નોંધ આ પ્રમાણે લીધી છે : દીક્ષા લીધા પછી લૂખાસૂકા ભિક્ષાહારને કારણે તેના શરીરમાં વ્યાધિ થયેા. વૈદ્યોએ તેને દહીં ખાવાનું જણાવ્યું. તે માટે તે વ્રજમાં રહેવા લાગ્યા, એક વખત તે વીતભયમાં ગયેા. ત્યાં તેના ભાણેજ કેશી રાજ્ય કરતા હતા. તેને દુષ્ટ મ`ત્રીઓએ સરમાળ્યા કે, આ રાન ભિક્ષુજીવનથી કંટાળી રાજ્ય મેળવવા ચાહે છે. ત્યારે તેણે કહ્યું કે, તેણે રાજ્ય આપ્યું છે, તે તે પાછું ઇચ્છશે તે આપી દઈશ. પરંતુ અંતે
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org