Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
કમ અને અકમભૂમિ ગૌ હે ભગવન! પાંચ ભરતોમાં અને પાંચ ઐરાવતેમાં ઉત્સર્પિણી અને અવસર્પિણરૂપ કાળ છે?
મહ–હા, ગૌતમ! છે.
ગૌ–હે ભગવન્ ! પાંચ મહાવિદેહમાં ઉત્સર્પિણ અને અવસર્પિણું કાળ છે?
–નથી. હે આયુષ્માન શ્રમણ. ત્યાં એકરૂપે અવસ્થિત કાળ કહ્યો છે.
–હે ભગવન ! એ પાંચ મહાવિદેહમાં અરહંત ભગવાન પાંચ મહાવ્રતવાળા અને પ્રતિક્રમણ સહિત ધર્મને ઉપદેશ કરે છે?૧
મ0– ગૌતમ! પાંચ ભરતમાં અને પાંચ ઐરાવતોમાં પહેલા અને છેલ્લા એ બે અરહંત ભગવતિ પાંચ મહાવ્રતવાળા તથા પ્રતિક્રમણ સહિત ધર્મનો ઉપદેશ કરે છે; બાકીના અરહંત ભગવંતે ચાર મહાવ્રતવાળા ધર્મને ઉપદેશ કરે છે. વળી પાંચ મહાવિદેહમાં પણ અરહંત ભગવંત ચાર મહાવ્રતવાળા ધમનો ઉપદેશ કરે છે.
' ગૌ -હે ભગવન ! જબુદ્ધીષ નામે દ્વીપના ભારતવર્ષમાં આ અવસર્પિણીમાં કેટલા તીર્થકરો થયા છે ?
ભ૦––હે ગૌતમ ! ચોવીશ તીર્થકરે થયા છેઃ ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, સુપ્રભ, સુપાર્શ્વ,
૧. એ બે વસ્તુઓ પાર્શ્વના સિદ્ધાંતથી જુદી પડતી મહાવીરના માર્ગની વિશેષતાઓ છે. પાર્શ્વ ચાર મહાવ્રત જ ઉપદેશતાઃ બ્રહ્મચર્યને અપરિગ્રહમાં સમાવી લેવામાં આવતું. અને પ્રતિષ્ઠમણું પણ હંમેશ કરવાને બદલે પ્રસંગ આવ્યે જ કરવામાં આવતું.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org