Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
અન્યતીથિકો
એક સાથે એક જ વેદ રાજગૃહ નગરને પ્રસંગ છે.
ધર્મકથાદિ પતી જવાથી લોકે વેરાઈ ગયા બાદ ગૌતમ મુનિ મહાવીર ભગવાનને આવીને પિતાની શંકા પૂછે છે :
ગૌ હે ભગવન ! અન્યતીથિકો એમ કહે છે કે, કાઈ પણ નિગ્રંથ મર્યા પછી દેવ થાય તો, તો તે દેવ ત્યાં બીજા દેવો સાથે કે બીજા દેની દેવીઓ સાથે વિષયસેવન કરતો નથી, તેમ જ પિતાની દેવીઓને વશ કરીને તેઓની સાથે પણ વિષયસેવન કરતો નથી. પરંતુ તે દેવ પિતે જ પોતાનાં નવાં બે રૂ૫ કરે છે. તેમાં એક રૂપ દેવનું અને બીજું દેવીનું હોય છે. તે પ્રમાણે બે રૂપ બનાવી તે દેવ કૃત્રિમ દેવી સાથે વિષયસેવન કરે છે. એ પ્રમાણે એક જીવ એક જ કાળે બે વેદ અનુભવે છે. પુરુષદ અને સ્ત્રીવેદ.” હે ભગવન ! એવું કેમ કરીને હોય ?
૧. અન્યના તીર્થને-માર્ગને - સિદ્ધાંતને અનુસરનારા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org