Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શીભગવતરિસાર વધતું જાય. એમ બાર મુહૂર્તનો નાનામાં નાનો દિવસ અને ૧૮ મુહૂર્તની મોટામાં મોટી રાત્રી થાય.૧
– શતક ૫, ઉદ્દે ૧
ગૌ૦–હે ભગવન ! જંબુદ્વીપમાં બે સૂર્યો ઊગવાને સમયે દૂર છતાં પાસે દેખાય છે, મધ્યાહ્ન સમયે પાસે છતાં દૂર દેખાય છે, અને આથમવાને સમયે દૂર છતાં પાસે દેખાય છે?
મહા ગૌતમ!
ગૌ –હે ભગવન ! જંબુદ્વીપમાં બે સૂર્યો ઊગવાને સમયે, મધ્યાહ્ન સમયે અને આથમવાને સમયે ઊંચાઈમાં સરખા છે ?
ભ૦–હા ગૌતમ !
ગૌ હે ભગવાન! તો પછી ઊગવાને અને આથમવાને સમયે તે પાસે કેમ દેખાય છે, અને મધ્યાહ્ન સમયે દૂર ‘કેમ દેખાય છે?
મ-–હે ગૌતમ ! તેજના પ્રતિઘાતથી તેમ બને છે.
૧. ટીકામાં જણાવ્યા પ્રમાણે સૂર્યનાં બધાં મળી ૧૮૪ મંડળ છે. તેમાં જ્યારે સૌથી અંદરના મંડળમાં સૂર્ય હેય ત્યારે ૧૮ મુહૂર્તને સૌથી મોટે દિવસ હોય. અને જ્યારે સૌથી બહારના મંડળમાં સૂર્ય હોય, ત્યારે નાનામાં નાને ૧૨ મુહૂર્તનો ખ્રિસ હોય. રાત્રી અને દિવસનાં બધાં મળી ૩૦ મુહુર્ત છે. માટે દિવસ વધે તેમ રાત્રી ઘટે અને રાત્રી વધે ત્યારે દિવસ ઘટે. કારણ કે કુલ ૩૦ મુફ થવાં જોઈએ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org