Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ગતિ અને અંધ
કર બે પ્રકાર છેઃ આદિ અને અનાદિ. તેમાં અનાદિ વિશ્વસાબંધ ત્રણ પ્રકાર છે: ધર્માસ્તિકાયને અન્ય અનાદિ વિસાબંધ, તેમ જ અધર્માસ્તિકાયને અને આકાશાસ્તિકાયને.૧
સાદિવિત્રસાબંધ ત્રણ પ્રકારનો છે : (૧) બંધનપ્રત્યધિક – એટલે કે સ્નિગ્ધત્વાદિ ગુણ દ્વારા દિપ્રદેશિકાદિ પરમાણુઓને બંધ. (૨) ભજનપ્રત્યયિક – એટલે કે ભાજન – આધારને નિમિત્ત થતો બંધ અને (૩) પરિણામપ્રત્યયિક –એટલે કે રૂપાન્તર નિમિત્તે થતો બંધ.
- ૨. પ્રયાગબંધના ત્રણ પ્રકાર છે: (૧) અનાદિ અનંત. (૨) સાદિ અનંત અને (૩) સાદિ સાંત.
પ્રયોગબંધ એટલે જીવના વ્યાપારવડે જીવપ્રદેશનો અને ઔદારિકાદિ શરીરના પુગલોને જે બંધ થાય તે.
૧. તે બંધ દેશબંધ છે, પણ સર્વબંધ નથી. ધર્માસ્તિકાયાદિના પ્રદેશને બીજા પ્રદેશ સાથે પરસ્પર સંબંધ તે દેશબંધ. જે તેમને સર્વ બંધ હોય તો એક પ્રદેશમાં બીજા સર્વ પ્રદેશોન અંતર્ભાવ થાય, અને તેથી ધર્માસ્તિકાયાદિ એક એક પ્રદેશરૂપ થાય.– ટીકા. વળી તે ત્રણેને તે બંધ સર્વ કાલ સુધી હોય છે.
૨. જાની મદિરા, જૂના ગોળને અને જૂના ચોખાને ભાજનપ્રયિક બંધ છે. એક ભજનમાં રહેલી નાની મદિરા ઘટ્ટ થાય છે અને જુના ગોળ તથા ચોખાને પિંડ થાય છે.'
૩. વાદળાં, ઈદ્રધનુષ, સંધ્યા, ગાંધર્વનગર, વીજળી, દિગ્દાહ, ધૂળની વૃષ્ટિ, ધૂમિકા, મહિકા, ચંદ્રગ્રહણ, કિરણના
લીસેટા ઇ૦.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org