Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
६२८
શ્રીભગવતીસાર ગૌ૦–હે ભગવન! તે જીવો ઉત્પલ જાતિમાં એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય ? * ભ૦–ઓછામાં ઓછા એક, બે કે ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત કે અસંખ્યાત જીવો એક સમયમાં ઉત્પન્ન થાય. અને સમયે સમયે અસંખ્ય કાઢવામાં આવે તો અસંખ્ય અવસર્પિણી અને ઉત્સર્પિણ જવા છતાં પૂરા કાઢી ન શકાય. તેમના શરીરની અવગાહના ઓછામાં ઓછી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી અને વધારેમાં વધારે કંઈક અધિક હજાર યોજન હોય છે.
તે જીવ અથવા જો જ્ઞાનાવરણયથી અંતરાય સુધીના કર્મના બંધક છે; આયુષકર્મના બંધક કે અબંધક, કે બંને પણ છે. જ્ઞાનાવરીય કર્મથી માંડીને અંતરાય કર્મ સુધીના કર્મના વેદકત્વનું પણ તે પ્રમાણે જાણવું. તે પ્રમાણે તેમને સાતાના તેમ જ અસાતાના વેદક જાણવા; તેઓ જ્ઞાનાવરણીયથી. અંતરાય સુધીનાં કર્મોના ઉદયવાળા છે; તે કર્મોના ઉદીરક. પણ છે. પરંતુ વેદનીય અને આયુષ કર્મના ઉદીરણની અપેક્ષાએ કાઈ ઉદીરક છે, કાઈ નથી. વનસ્પતિજીવને પ્રથમ ચાર લેસ્યાઓ હોય. એટલે ઉત્પલના જીવોનું પણ તેમ જાણવું.
શાલી, વ્રીહિ વગેરેના મૂળના જીવના શરીરની વધારેમાં વધારે. અવગાહના બેથી નવ ધનુષ્ય જેટલી છે.
- શતક ૨૧, ઉદેવ છે. ૧. અસંખ્ય સમુદ્રો વગેરેમાંથી તેવા પ્રકારના કોઈ સમુદ્રમાં તેટલી મેટા અવગાહના હશે. – ટીકા.
૨. એક છોડમાં અનેક જીવ હોવાથી કોઈ બાંધતો હોય, કોઈ ન બાંધતે હેાય.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org