Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ઓષધિ ભ૦–હે ગૌતમ ! એાછામાં ઓછું અંતર્મુહૂર્ત, અને વધારેમાં વધારે ત્રણ વરસ કાયમ રહે. ત્યારબાદ તે યોનિ પ્લાન થાય છે, અને પ્રતિધ્વંસ પામે છે. પછી તે બીજ અ–બીજ થાય છે.
તે પ્રમાણે કલાય, મસૂર તલ, મગ, અડદ, વાલ, કળથી, ચોળા, તુવેર અને ગોળ ચણાનું પણ જાણવું. પણ વધારેમાં વધારે પાંચ વર્ષ જાણવાં. તે પ્રમાણે અળસી, કુસુંભ, કદરા, કાંગ, બંટી, શણ, સરસવ એને મૂલકબીજનું પણ જાણવું, પણ વધારેમાં વધારે સાત વર્ષ જાણવાં.
– શતક ૬, ઉદ્દે છે
ગૌ–હે ભગવન્! વનસ્પતિકાયિક કયા કાળે સૌથી અલ્પ આહારવાળા હોય છે, અને ક્યા કાળે સૌથી મહાઆહારવાળા હોય છે? . માહે ગૌતમ! શ્રાવણ, ભાદરવો અને કારતકમાં મહાઆહારવાળા હોય છે. પછી શરદમાં, પછી હેમાંતમાં, પછી વસંતમાં અને પછી ગ્રીષ્મઋતુમાં અનુક્રમે અલ્પ આહારવાળા હોય છે. ગ્રીષ્મમાં સૌથી અલ્પ આહારવાળા
ગૌ–હે ભગવન! ગ્રીષ્મમાં જે વનસ્પતિકાયિક સૌથી અલ્પ આહારવાળા હોય, તો ઘણું વનસ્પતિકાયિક ગ્રીષ્મમાં પાંદડાંવાળા, પુપવાળા, ફળવાળા, લીલાછમ દીપતા અને વનની શોભા વડે અત્યંત સુશોભિત કેમ હોય છે?
૪૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org