Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતી-સાર અવસર્પિણું હોય છેઅને જ્યારે ઉત્તરાર્ધમાં પણ તેમ હોય છે, ત્યારે જંબુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમે અવસર્પિણ નથી તેમ ઉત્સર્પિણી નથી, પણ ત્યાં અવસ્થિત કાળ છે ? મહ–હા ગૌતમ !
– શતક ૫, ઉદે. ૧
વાયુઓ ગૌ––હે ભગવન ! ઈષત્પરોવાત (એટલે કે થેડી ભીનાશવાળા), પથ્થવાત (એટલે વનસ્પતિ વગેરેને હિતકર), મંદવાયું, અને મહાવાયુ વાય છે ? '
ભ૦-–હા ગૌતમ! તે વાયુઓ બધી દિશાઓમાં અને ખૂણાઓમાં છે. જ્યારે પૂર્વમાં ઈષત્પરેવાત વગેરે વાયુઓ વાય છે, ત્યારે તે બધા પશ્ચિમમાં પણ વાય છે; અને જ્યારે પશ્ચિમમાં તે બધા વાય છે, ત્યારે પૂર્વમાં પણ તે બધા વાય છે. એમ બધી દિશાઓ અને ખૂણાઓમાં સમજવું.
વળી, તે બધા વાયુઓ દીપમાં તેમ જ સમુદ્રોમાં પણ હોય છે. પરંતુ એટલો ફેર છે કે, જ્યારે દ્વીપના વાયુ વાતા હોય છે, ત્યારે સમુદ્રના નથી વાતા; અને જ્યારે સમુદ્રના વાતા હોય ત્યારે દ્વીપના નથી વાતા.૨
૧. પુરોગામી વાયુમાં પ્રાય: ભીનાશ હોય છે એમ લૌકિક વાયુશાસ્ત્રીઓ કહે છે. ત્રેહને “સ પણ કહે છે.
૨. ગરમીની મેસમમાં જે શીત વાયુ વાય છે તે સમુદ્ર તરફથી આવેલા હોય છે. તે વખતે જમીનના ઉsણ વાયુ વાતા નથી. આમ જમીનના અને સમુદ્રના વાયુમાં પરસ્પર વિરુદ્ધ ગુણ હોવાથી તે બંને એક સાથે વાઈ શકે નહીં.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org