Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતી-૨ પંડિત કહેવાય છે, અને શ્રમપાસકે દેશ – એટલે કે અમુક અંશે – વિરતિવાળા હોવાથી બાલપંડિત કહેવાય છે. પરંતુ જે જીવને એક પણું જીવના વધની અવિરતિ છે, તે જીવ બાલપંડિત ન કહેવા જોઈએ.” તે હે ભગવન! તેઓનું આમ કહેવું સત્ય છે?
મહ–હે ગૌતમ ! તેઓનું આમ કહેવું મિથ્યા છે. હું તો એમ કહું છું કે, જે જીવે એક પણ પ્રણના વધની વિરતિ કરી છે, તે જીવ “એકાંતબાલ” ન કહેવાય, પરંતુ બાલપંડિત કહેવાય.
ગૌ– હે ભગવન્! જ બાલ એટલે કે વિરતિરહિત છે? પંડિત એટલે કે સર્વ વિરતિવાળા છે, કે બાલપંડિત અર્થાત દેશવિરતિવાળા છે?
મ હે ગૌતમ! જી બાલ પણ છે, પંડિત પણ છે અને બાલપંડિત પણ છે. તેમાં નૈરવિકથી ચાર ઈતિવાળા છેવો સુધીના બાલ હોય છે; પંચૅકિય તિર્યંચ બાલ અને બાલપંડિત હોય છે; મનુષ્ય બાલ, પંડિત અને બાલપંડિત હોય છે; તથા વાનવ્યંતર વગેરે દેવ બાલ છે.
– શતક ૧૭, ઉદ્દે રે
કેવલજ્ઞાની અને યક્ષ રાજગૃહ નગરનો પ્રસંગ છે.
ગૌ–હે ભગવન ! અન્યતીથિંક એમ કહે છે કે, કેવલી યક્ષના આવેશથી આવિષ્ટ થઈને કદાચ બે પ્રકારની ભાષા બોલે છે : મૃષાભાષા, અને સત્ય–મૃષા ભાષા. તો છે ભગવન્! એ ખરું છે?
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org