Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
કર્મ અને અકર્મભૂમિ ભગવન ! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે
ગાહે એ પ્રમાણે છે.
– શતક ૬, ઉદ્દે
૭
ગૌ–હે ભગવન ! જંબુદ્વીપ નામે કપમાં ભારતવર્ષને વિષે આ અવસર્પિણમાં દુઃષમાદુષમા કાલ અત્યંત ઉત્કટ અવસ્થાને પ્રાપ્ત થશે, ત્યારે ભારતવર્ષને આકાર અને ભાવોનો આવિર્ભાવ કેવ પ્રકારે થશે? - મહ–હે ગૌતમ! હાહાભૂત (જે કાળે દુઃખી કે હાહા' શબ્દ કરશે ), ભંભાભૂત (જે કાળે દુ:ખા પશુઓ ભાં માં શબ્દ કરશે), અને કોલાહલભૂત (જ્યારે દુ:ખપીડિત પક્ષીઓ કોલાહલ કરશે) એવો તે કાલ થશે. કાલના પ્રભાવથી ઘણું કઠોર, ધૂળથી મેલા, અસહ્ય, અનુચિત અને ભયંકર વાયુ, તેમ જ સંવર્તક વાયુ (ભમરિયા વાયુ) વાશે. આ કાળે વારંવાર ચારે બાજુએ ધૂળ ઊડતી હોવાથી રજથી મલિન, અને અંધકાર વડે પ્રકાશરહિત દિશાઓ ધૂમાડા જેવી ઝાંખી દેખાશે. કાલની રૂક્ષતાથી ચંદ્રો અધિક શનતા આપશે અને સૂર્યો અત્યંત તપશે. વળી વારંવાર ઘણા ખરાબ રસવાળા, વિરુદ્ધ રસવાળા, ખારા, ખાતર સમાન (ખાટા) પાણુવાળા, અગ્નિની માફક દાહક પાણી વાળા, વીજળીયુક્ત, કરા વરસાવનારા કે પર્વત ભેદનારા અશનિમેઘ, વિષમેઘ તથા વ્યાધિ-રાગ-વેદના ઉત્પન્ન કરનાર પાણુવાળા અને મનને રુચે નહીં તેવા પાણવાળા મેઘ તીર્ણ ધારાઓ નાખતા પુષ્કળ વરસશે. તેથી ભારતવર્ષમાં ગામ-નગર વગેરે ઠેકાણે રહેલાં મનુષ્ય, ચેપમાં, બેચર,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org