Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શોભગવતીસાર નિષ્ફળ થાય છે –એવી માન્યતાવાળા અજ્ઞાનવાદી કહેવાય છે. તેમના સડસઠ પ્રકાર છે.
૪. વિનયવાદી : સ્વર્ગાપવર્ગાદિ શ્રેયનું કારણ વિનય છેએમ વિનયને જ પ્રધાનપણે માનનારા અને જેને કોઈ પણ નિશ્ચિત લિંગ, આચાર કે શાસ્ત્ર નથી, તે વિનયવાદી કહેવાય છે. તેમના બત્રીશ પ્રકાર છે.*
ગૌત્ર –હે ભગવન ! લેસ્યાયુક્ત જીવો કયા વાદવાળા
મ0–હે ગૌતમ! ચારે વાદ વાળા હોય.
ગૌ–હે ભગવન . લેસ્સારહિત કયા વાદવાળા હોય?
મ- હે ગૌતમ તેઓ ક્રિયાવાદી હોય. તે પ્રમાણે કૃણપાક્ષિક છે છેલ્લા ત્રણના વાદવાળા હોય છે; શુક્લપક્ષિકે ચારે વાદવાળા હોય. સમ્યગદષ્ટિ જીવો ક્રિયાવાદી જ હોય. મિથ્યાદષ્ટિ જીવો છેલ્લા ત્રણ વાદવાળા હોય. સમ્યગમિાદષ્ટિ જીવો અજ્ઞાનવાદી અને વિનયવાદી જ હોય.
* આ ચારે વર્ગો મિથ્યાવાદીના છે છતાં અહી ક્રિયાવાદી જીવાદિના અસ્તિત્વને માનતા હોવાથી સમ્યગ્દષ્ટિ જાણવા.
૧. કારણકે અયોગિકેવલિ અને સિદ્દો જ અલેક્ષ્ય હોય છે. તેઓને તો ક્રિયાવાદના હેતુભૂત યથાસ્થિત દ્રવ્યસ્વરૂપનું જ્ઞાન હોય છે.
૨. જેમને અર્ધ પુદ્ગલાવર્ત જેટલો સમય સંસારમાં ભટકવાનું છે તે છવો. અને જેને તેની અંદર મેક્ષે જવાનું છે તે શુકલપાક્ષિક. જુઓ પા. ૮૯, નોંધ ૧.
૩. કારણ કે તેઓ નાસ્તિક પણ નથી, કે આસ્તિક પણ નથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org