Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
પરચૂર , ઓજતા નિયમ બાંધ્યા. દિગંબરે ૧૪ કુલકર માને છે, અને તેમને મનું પણ કહે છે. બ્રાહ્મણગ્રંથોમાં એ રીતે મનુએાએ વ્યવસ્થા દાખલ કર્યાની હકીકત આવે જ છે. ધીમે ધીમે કલ્પવૃક્ષ એછાં થવાથી તથા દરેક વસ્તુ માટે લડાલડી થવાથી અનુક્રમે દરેક કુલકરે મનુષ્યને જમીનની સીમાઓ નક્કી કરી આપી, હાથીડા ઉપર બેસવાનું શીખવાડ્યું, (પર્વતો અને નદીએ થતાં) પર્વત ઉપર ચડતાં અને વહાણ બાંધતાં શીખવાડ્યું, (નાળ સાથે બાળકે અવતરવા લાગતાં) નાળ વધેરવાનું શીખવ્યું, વગેરે રસિક વર્ણન આપવામાં આવે છે. એ છેલ્લા કુલકર નાભિના પુત્ર તે જ પ્રથમ તીર્થકર ઋષભદેવ.
- ઋષભદેવને નાભિની સૂચનાથી જ લોકોએ રાજા, બનાવ્યા. પૃથ્વી ઉપર એ પ્રથમ જ રાજા થયા. તેમણે જ પહેલી વાર પોતાનાં પુત્રપુત્રીના લગ્ન વખતે જેડકાનાં ભાઈ બહેન પરણાવવાની પ્રથા ડી. કલ્પકમ તેમના સમયમાં જ એકસાથે નિષ્ફળ થવા લાગ્યાં તેથી મનુષ્યને ઉદરનિર્વાહ અર્થે પ્રયત્ન કરવો પડ્યો. ઋષભદેવે જ પોતાની પ્રજાને કુંભારનું, દરજીનું, હજામનું, ચિત્રકારનું અને વણકરનું એ પાંચ કામ શીખવ્યાં. (પાછલા શુભ આરાઓમાં મનુષ્યને વાળ-નખ વધતા નહોતા.) વળી એમણે એમને ખેતી, વેપાર અને રાંધવાની કળા શીખવી તેમ જ લિપિ, ગણિત અને પુરુષની ૭ર અને સ્ત્રીઓની ૬૪ કળાઓ પણ શીખવી. તેમને મરણ વખતે જ અગ્નિસંસ્કારની પ્રણાલી દેએ દાખલ કરી. ત્યાં સુધી મડદાને વનમાં જ મૂકી આવવામાં આવતું. ઋષભના નિર્વાણ પછી ૩ વર્ષ અને
" સવ" ની ઉપર નાનાં લગ્ન
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org