SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અને અકર્મભૂમિ ભગવન ! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે ગાહે એ પ્રમાણે છે. – શતક ૬, ઉદ્દે ૭ ગૌ–હે ભગવન ! જંબુદ્વીપ નામે કપમાં ભારતવર્ષને વિષે આ અવસર્પિણમાં દુઃષમાદુષમા કાલ અત્યંત ઉત્કટ અવસ્થાને પ્રાપ્ત થશે, ત્યારે ભારતવર્ષને આકાર અને ભાવોનો આવિર્ભાવ કેવ પ્રકારે થશે? - મહ–હે ગૌતમ! હાહાભૂત (જે કાળે દુઃખી કે હાહા' શબ્દ કરશે ), ભંભાભૂત (જે કાળે દુ:ખા પશુઓ ભાં માં શબ્દ કરશે), અને કોલાહલભૂત (જ્યારે દુ:ખપીડિત પક્ષીઓ કોલાહલ કરશે) એવો તે કાલ થશે. કાલના પ્રભાવથી ઘણું કઠોર, ધૂળથી મેલા, અસહ્ય, અનુચિત અને ભયંકર વાયુ, તેમ જ સંવર્તક વાયુ (ભમરિયા વાયુ) વાશે. આ કાળે વારંવાર ચારે બાજુએ ધૂળ ઊડતી હોવાથી રજથી મલિન, અને અંધકાર વડે પ્રકાશરહિત દિશાઓ ધૂમાડા જેવી ઝાંખી દેખાશે. કાલની રૂક્ષતાથી ચંદ્રો અધિક શનતા આપશે અને સૂર્યો અત્યંત તપશે. વળી વારંવાર ઘણા ખરાબ રસવાળા, વિરુદ્ધ રસવાળા, ખારા, ખાતર સમાન (ખાટા) પાણુવાળા, અગ્નિની માફક દાહક પાણી વાળા, વીજળીયુક્ત, કરા વરસાવનારા કે પર્વત ભેદનારા અશનિમેઘ, વિષમેઘ તથા વ્યાધિ-રાગ-વેદના ઉત્પન્ન કરનાર પાણુવાળા અને મનને રુચે નહીં તેવા પાણવાળા મેઘ તીર્ણ ધારાઓ નાખતા પુષ્કળ વરસશે. તેથી ભારતવર્ષમાં ગામ-નગર વગેરે ઠેકાણે રહેલાં મનુષ્ય, ચેપમાં, બેચર, Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy