________________
શ્રીભાગવતી-સાર થાય છે, અને સર્વ દુઃખને અંત કરે છે ?
મહ–હા ગૌતમ ! પરંતુ કેટલાક કોઈ એક દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે.
–શતક ૨૦, ઉદ્દે ૯
ગૌ -હે ભગવન્ ! જંબુદ્વીપ નામને દ્વીપમાં આ અવસંપિણમાં ઉત્તમ અર્થોને પ્રાપ્ત સુષમ-સુષમા કાળમાં ભારતવર્ષને આકાર અને ભાવોનો આવિર્ભાવ કેવો હતો ? - ભવ– ગૌતમ ! ભૂમિભાગ બહુ સમ હોવાથી રમણીય હતો; તે જેમકે, આલિંગ પુષ્કર- તબલાનું મુખપુટ – હોય તેવો ભારતવર્ષને ભૂમિભાગ હતો. [અહીંથી આગળ, જવાછવાભિગમસૂત્રમાં ઉત્તરકુરના વર્ણનમાં આપેલી વિગતો, જેવી કે ભૂમિભાગમાં રહેલાં તૃણ અને મણિઓના પાંચ વર્ણ, સુરભિ ગંધ, કમળ સ્પર્શ, સારા શબ્દ, વાવ વગેરે, વાવ વગેરેમાં અનુગત ઉત્પાતપર્વતાદિ, ઉત્પાતપર્વતાદિને આશ્રિત હંસાનાદિ, લતાગૃહાદિ અને શિલાપટ્ટકાદિનું વર્ણન સમજી લેવું–એમ ટીકાકાર કહે છે.] તે કાળમાં ભારતવર્ષમાં તે તે દેશોમાં કુશ અને વિકુશથી વિશુદ્ધ વૃક્ષમૂલો તથા (ત્યાંથી માંડીને ) છ પ્રકારના માણસો હતા : તે જેમકે પદ્મ સમાન ગંધવાળા, કસ્તુરી સમાન ગંધવાળા, મમત્વ વિનાના, તેજસ્વી અને રૂપાળા, સહનશીલ તથા ઉતાવળ વિનાના (શનૈશ્ચારી).
૧. એ પ્રકારનાં વર્ણન જુદા જુદા પ્રદેશનાં તે તે જાતનાં વર્ણનો માટે સમાન જેવાં જ હોઈ, તેમની વિગતેમાં મહત્વનું કશું ન હોવાથી, અહીં ઉતાર્યા નથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org