SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતી-સા૨ તેમ જ ગામ અને જંગલમાં ચાલતા જંગમ જી તથા બહુ પ્રકારનાં વૃ, ગુલ્મ, લતાઓ, વેલડીએ, ઘાસ, શેરડી વગેરે, ધરે વગેરે, શાલી વગેરે તથા પ્રવાહો અને અંકુરાદિ તૃણવનસ્પતિઓ નાશ પામશે. વૈતાઢ સિવાયના પર્વત, ડુંગરે, ધૂળનાં ઊંચાં સ્થળો તથા રજ વિનાની ભૂમિએ નાશ પામશે. ગંગા અને સિંધુ સિવાય પાણીના ઝરાઓ, ખાડાઓ તથા દુર્ગમ અને વિષમ ભૂમિમાં રહેલાં ઊંચાં અને નીચાં સ્થળો સરખાં થશે. તે વખતે ભારતવર્ષની ભૂમિ પણ અંગાર જેવી, છાણુના અગ્નિ જેવી, ભસ્મીભૂત, તપી ગયેલ કડાયા જેવી, અગ્નિ સરખી, બહુ રજવાળી, બહુ કીચડવાળી, બહુ સેવાળવાળી, ઘણું કાદવવાળી, અને પ્રાણુંઓને ચાલવું મુશ્કેલ પડે તેવી થશે. તે વખતે ભારતવર્ષનાં મનુષ્ય ખરાબ રૂપવાળાં, ખરાબ વર્ણવાળાં, ખરાબ ગંધવાળાં, દુષ્ટ રસવાળાં, ખરાબ સ્પર્શવાળાં, અનિષ્ટ, અમનેઝ, મનને ન ગમે તેવાં, હીન સ્વરવાળાં, દીન સ્વરવાળાં, અનિષ્ટ સ્વરવાળાં, મનને ન ગમે તેવા સ્વરવાળાં, જેનાં વચન અને જન્મ અગ્રાહ્ય છે એવાં, નિર્લજજ; કૂડકપટ, કલહ, વધ, બંધ અને વૈરમાં આસક્ત; મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં મુખ્ય, અકાર્ય કરવામાં નિત્ય તત્પર, માતપિતાદિને અવશ્ય કરવા યોગ્ય વિનયથી ૧. ભરતક્ષેત્રના મધ્યમાં આવેલ કહેવાતો પર્વત. ચુલ્લા હિમવંત પર્વત ઉપરથી નીકળેલ ગંગા અને સિંધુ નદીઓ એ પર્વતની ગુફામાં થઈને દક્ષિણાર્ધ ભારતમાં દાખલ થાય છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy