Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ગોશાલક તે પ્રમાણે પેલા તલને ગણુતાં તેને એ વિચાર આવ્યો કે, આ પ્રમાણે બધા જીવો પણ મરીને તે જ શરીરમાં ઉત્પન્ન થતા હોવા જોઈએ. હે ગૌતમ ! સંખલિપુત્ર ગોશાલકને આ પરિવર્તવાદ છે. અને હું ગૌતમ! મારી પાસેથી તેજસ્થાને ઉપદેશ ગ્રહણ કરીને મંખલિપુત્ર શૈશાલકનું આ જુદા પડવું છે.
- ત્યાર પછી સંખલિપુત્ર ગોશાલક મેં બતાવેલ વિધિ વડે હાથ ઊંચા રાખીને તેલેણ્યા સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરવા લાગે; અને છ માસને અંતે તેને તે પ્રાપ્ત થઈ પણ ખરી. ત્યાર પછી તે ગોશાલકને પેલા છ દિશાચરો આવી મળ્યા. અને હવે તે પોતે જિન નહિ છતાં જિન શબ્દને પ્રકાશિત કરતો વિહરે છે.
પછી મહાવીર ભગવાને ત્યાં ભેગી થયેલી પરિષદને ધર્મકથા કહી. ત્યારબાદ રસ્તામાં ચૌટામાં વગેરે ઠેકાણે એ વાત ફેલાઈ ગઈ કે, “ગેાશાલક તો મંખનો દીકરે છે, તથા તે જિન નથી છતાં પોતાને જિન કહેવરાવતે ફરે છે; વાસ્તવિક રીતે તે મહાવીર જિન છે ઈ.' આ બધું ગોશાલકના. સાંભળવામાં આવતાં તે ખૂબ ગુસ્સે થયા.
એક વખત મહાવીર ભગવાનને આનંદ નામે શિષ્ય મહાવીરની પરવાનગીથી છ ટંકના ઉપવાસનું પારણું કરવા. ગામમાં ભિક્ષા માટે ગયા. ત્યાં તે હાલાહલા કુંભારણના હાટ પાસે આવી પહોંચ્યા. તેમને જોઈ ગાશાલકે કહ્યું, “હું આનંદ ! અહીં આવ, અને મારું દષ્ટાંત સાંભળ : આજથી
૧. મૂળમાં પ્રવૃત્ત પરિહાર” એટલે કે શરીરમાંતરપ્રવેશ છે. પણું વિકાકારે અહીં આવે અર્થ સૂચવ્યું છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org