Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રશાનિસાર ખૂણામાં આવેલા ધર્માસ્તિકાયને એક ઉપર અને બે બાજુના એમ ત્રણ જ ધર્માસ્તિકાયના પ્રદેશોની સ્પર્શના હેય. જ્યારે તે ખૂણે ન હોય, ત્યારે ચાર દિશાના ચાર, એક ઉપર અને એક નીચેનો મળીને કુલ છ થાય).
ગ –હે ભગવન ! તે કેટલા અધર્માસ્તિકાયના પ્રદેશ વડે સ્પર્શયેલો હોય ?
મહ–હે ગૌતમ ! એાછામાં ઓછા ચાર, અને વધારેમાં વધારે સાત.૧
ગૌ–ભગવન્! તે કેટલા આકાશાસ્તિકાયના પ્રદેશો વડે સ્પર્ધાયેલો હોય ?
મહ–હે ગૌતમ! સાત. (લોકાતે પણ આકાશ હોવાથી તેને “ઓછામાં ઓછું” એ વિકલ્પ સંભવતો નથી).
ગૌ–હે ભગવન! તે કેટલા જીવાસ્તિકાયના પ્રદેશ વડે સ્પેશયેલો હોય ?
મહ–હે ગૌતમ! અનંત પ્રદેશો વડે. (કારણકે તે એક જ ઠેકાણે અનંત જીવોના પ્રદેશે આવી રહેલા હોય છે.)
ગૌ – હે ભગવન્! તે કેટલા પુલાસ્તિકાયના પ્રદેશ વડે સ્પર્શાયેલો હોય ?
મવહે ગૌતમ ! અનંત પ્રદેશ વડે.
ગૌ–હે ભગવન્ ! તે કેટલા કાલ (અદ્ધા)ના સમયે વડે સ્પર્શાયેલો હોય ?
૧. કારણકે ધર્માતિકાચના પ્રદેશોની પેઠે ત્રણ અને છે તે ખરા જ; ઉપરાંત જ્યાં ધર્માસ્તિકાયને પ્રદેશ છે ત્યાં અધર્માસ્તિકાયનો પણ છે. તેથી એક વચ્ચે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org