Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
પપર
ભગવતીસાર દ્વીપમાં જ વસે છે. ત્રસનાડીની બહાર સ્થાવરનાડી છે. તેમાં કેવળ સ્થાવર જીવ જ હોય.
ગૌ–હે ભગવન્! લોકનું સંસ્થાન (આકાર) કેવું કહ્યું છે?
મ–હે ગૌતમ! લેક શરાવને આકાર જે છે. [એટલે કે મૃદંગના માં જેટલા તળિયાવાળ] શરાવ (કાડિયા) ને ઊંધું વાળી, તેના ઉપર મૃદંગ ઉભું મૂક્યું હોય તે છે. અથવા કેડથી નીચે પહોળા થતે ઘાઘરો પહેરી હાથ કાણીએથી વાળી કડે મૂકી ઊભેલા પુરુષ જેવું છે.] તે નીચે વિસ્તીર્ણ – પહોળે છે, અને ઉપર ઊભા મૃદંગના આકારે સ્થિત છે.
– શતક છે, ઉદ્દે ૧
ગ –હે ભગવન્! લોકને બરાબર સમ (પ્રદેશની હાનિ વૃદ્ધિરહિત) ભાગ ક્યાં આવેલો છે? તથા લેકનો સર્વથી સંક્ષિપ્ત – સાંકડે ભાગ કયાં આવેલો છે ?
ભ૦-–હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીનો ઉપરનો લૂક પ્રતર, જ્યાંથી ઉપર પ્રતરની વૃદ્ધિ થવા માંડે છે, તથા નીચેનો પ્રતર, જ્યાંથી નીચે પ્રતરની વૃદ્ધિ થવા માંડે છે, ત્યાં લોકો સમભાગ તેમ જ સાંકડો ભાગ છે.
ગૌ–હે ભગવન! આ અલેક, તિર્યમ્ લેક અને ઊર્ધ્વલોકમાં કોણ કોનાથી વિશેષાધિક છે?
મ— સૌથી થડે તિર્યક છે; તેથી અસંખ્યાતગણે ઉદ્ધક છે; અને તેથી વિશેષાધિક અલોક છે.
શતક ૧૩, ઉદ્દે ૪
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org