Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
લોકને આકાર અપરાજિત અને સર્વાર્થસિદ્ધ એ પાંચ અનુત્તરવિમાન છે. એ બધા કલ્પાતીત કહેવાય છે. કલ્પપપત્રમાં સ્વામી સેવક ભાવ છે; કલ્પાતીતમાં બધા ઈદ જેવા અહમિંદ્ર છે. મનુષ્યલોકમાં જવાનું થાય તો પણ કોપપન્ન દેવ જ જાય છે; કલ્પાતીત દે પોતાનું સ્થાન છોડી ક્યાંય જતા નથી. તેથી ઉપર પછી ઈતિપ્રાગભારાપૃથ્વી અથવા સિદ્ધ લોકોનું સ્થાન જેની ઉપર આવેલું છે તે છે. પછી કાન્ત છે. - વિવરણ: એટલું યાદ રાખવાનું કે સમસ્ત લોક જીવોથી ભરેલો છે. પરંતુ વિવિધ પ્રકારના ને વિવિધ વર્ગના જીવ સરખા પ્રમાણમાં સર્વત્ર આવેલા નથી, પણ અમુક પ્રકારે વહેંચાયેલા છે. . પ્રથમ તો નિગોદ એટલે કે અત્યંત સૂક્ષ્મ – આપણી ઈનેિ અગાચર – એવા સ્થાવર જીવો છે. નિગદના બે વર્ગ છે : નિત્યનિગોદ – એટલે કે જેમાંના જીવ આ નીચતમ વર્ગમાંથી કદી બહાર નીકળવાના નથી. અને ૨. ઇતરનિગદ – એટલે કે જેમાંના જીવો ઊંચા વર્ગમાં જઈ શકે, પણ તેમનાં કર્મથી પાછા આ વર્ગમાં આવી પડે.
ત્રસ જી વિશ્વના અમુક ભાગમાં એટલે કે ત્રસનાડીમાં રહેલા છે. આ ત્રસનાડી લોકની આરપાર ઉપરથી નીચે સુધી આવેલી છે. તે ૧૪ રજુ ઊંચી, ૧ રજુ પહોળી અને ૧ રજજુ લાંબી છે. ત્રસનાડીમાં સ્થાવર અને તિર્યંચ સર્વત્ર હોય છે, પણ મનુષ્યો માત્ર મધ્યલોકમાં અને તેમાં પણ અઢી
૧. કેઈ દેવ એક પલકમાં ૨૦૫૭૧ પર યોજન કાપે. તે રીતે છ માસમાં જેટલું ક્ષેત્ર તે ઓળંગે તેટલાને “રજજુકહે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org