Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગતા-સાર
રત્નપ્રભાના ચાર ચરમાંતની પેઠે શર્કરા પ્રભાના પણ ચાર ચરમાંત કહેવા; અને રત્નપ્રભાના નીચેના ચરમાંતની પેઠે શર્કરપ્રભાનો ઉપલો તથા નીચો ચરમાંત સમજો. એ પ્રમાણે સાતમી પૃથિવી સુધી જાણવું. તથા સધર્મ દેવલોકથી અશ્રુત સુધીના દેવલોક સંબંધી પણ એમ જ જાણવું. શ્રેયક વિમાનો માટે પણ એમ જ જાણવું. પણ તેમાં વિશેષ એ કે, ઉપલા અને હેઠલા ચરમાંત વિષે જવદેશે સંબંધે પંચૅાિમાં પણ વચલો વિકલ્પ ન કહે – કારણકે શ્રેયક તથા અનુત્તર વિમાનમાં દેવોનું ગમનાગમન ન હોવાથી પંચેદિયમાં પણ બબ્બે વિકલ્પ છે.
–શતક ૧૬, ઉ૦ ૮
ગૌતમ ! હે ભગવન ! મેટી દ્ધિવાળે દેવ લોકાંતમાં ઊભો રહી અલોકમાં પિતાના હાથ ઇત્યાદિને સંકોચવા કે, પસારવા સમર્થ છે?
ભવ–ના ગૌતમ! ધમસ્તિકાયના અભાવથી અલોકમાં જીવ અને પુદ્ગલ હાય નહી; માટે ત્યાં જીવ અને પુદ્ગલની ગતિ નથી. આની સાથે રહેલા યુગલો આહારરૂપે, શરીરરૂપે, કલેવરરૂપે તથા શ્વાસોચ્છાસાદિરૂપે ઉપચિત થયેલા હોય છે; અર્થાત પુદ્ગલે હંમેશાં છવાનુગામી સ્વભાવવાળા હોય
૧. દેવાનું ગમનાગમન તે ત્રીજી નરyી સુધી જ છે. ત્યાંથી આગળની નરકમૃથ્વી વિષે દેવાનું ગમનાગમન ન હોવાથી પંચેંદ્રિયના બે વિકલ્પ જ હોય છતાં ત્રણ કહ્યા છે. તે વિચારણીય છે.–ટીકા.
૨. અદ્ભુત દેવલેાક સુધી દેવાના ગમનાગમનનો સંભવ છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org