Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ભગવતીસાર અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, મતિભ્રંશ, ધર્મને અનાદર, ગો અને દુર્યાન.
યોગ એટલે મન, વચન અને શરીરના વ્યાપારે. ગૌ– હે ભગવન ! તે પ્રમાદ શાથી થાય છે?
મહ–હે ગૌતમ! તે પ્રમાદ યોગથી, મન–વાણ-કાયાને વ્યાપારોથી, પેદા થાય છે.
ગૌ– હે ભગવન! તે ગ શાથી પેદા થાય છે? ભ૦–હે ગૌતમ! તે રોગ વીર્યથી પેદા થાય છે. ગૌ૦ હે ભગવન ! તે વીર્ય શાથી પેદા થાય છે? ભ૦ હે ગૌતમ! તે વય શરીરથી પેદા થાય છે. ગ –હે ભગવન્ ! તે શરીર શાથી પેદા થાય છે ?
મ– હે ગૌતમ! તે શરીર છવથી પેદા થાય છે, અને જ્યારે તેમ છે, તો ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પુરુષકારપરાક્રમ છે.
૧. લેશ્યાવાળા જીવનો મન–વાણ-કાયારૂપ સાધનવાળો આત્મપ્રદેશના પરિસ્પંદરૂપ જે વ્યાપાર, તે વીર્ય, કેવલજ્ઞાનીનો જે ચેષ્ટા વિનાનો અખલિત પરિણામ તે પણ વીર્ય છે; પરંતુ તે અહીં અભિપ્રેત નથી.
૨. ઉત્થાન એટલે ઊઠવું; કર્મ એટલે ઊંચું ફેંકવું, નીચું ફેંકવું વગેરે બલ એટલે શારીરિક પ્રાણ; જીવને ઉત્સાહ તે વીર્ય અને ઇષ્ટફળને સાધનાર પુરુષકાર (પુરુષત્વાભિમાન) તે પરાક્રમ.
૩. ગોશાલકના મતમાં ઉત્થાનાદિક નથી, કારણ કે તેને મતે -ઉત્થાનાદિકથી પુરુષાર્થ સિદ્ધ થતો નથી, પણ નિયતિથી જ પુરુષાર્થ સિદ્ધ થાય છે. “નિયતિને પ્રભાવે જે શુભાશુભ અર્થ મનુષ્યને મળવાનું હોય તે અવશ્ય મળે છે. જે ગમે તેટલો પ્રયત્ન કરે, પણ ન થવાનું થતું નથી, અને થવાનું તે ફરતું નથી.”
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org