Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભાગવતી-સાર મ-–હે ગૌતમ! પાંચ પ્રકારને. એ પ્રમાણે ગંધપરિણામ બે પ્રકારનો, રસપરિણામ પાંચ પ્રકારનો, અને સ્પર્શ પરિણામ આઠ પ્રકારને જાણ.
ગૌ-હે ભગવન ! સંસ્થાન(આકૃતિ પરિણામ કેટલા પ્રકારનું છે?
મ હે ગૌતમ! પાંચ પ્રકારનું છે. પરિમંડલ (કડા જેવો), વૃત્તાકાર (રૂપિયા જેવો), વ્યસ્ત્ર (ત્રિકોણ), ચતુરસ: (ખૂણ), અને આયત (લા).
– શતક ર૫, ઉદ્દે ૩ ગી–હે ભગવન ! સંસ્થાનો – પુલસ્કંધના આકારો – કેટલાં કહ્યાં છે?
મ–હે ગૌતમ! છ કહ્યાં છે. પરિમંડલ, વૃત્ત, ચર્સ, ચતુરસ્ત્ર, આયત ( દીર્ધ ) અને અનિયંસ્થા (પરિમંડલાદિથી ભિન્ન આકારવાળું . તે બધાં સંસ્થાના દ્રવ્યાર્થરૂપે અનંત છે.
ગેહ–હે ભગવન્! પરિમંડલાદિ સંસ્થાનોમાં કાણુ કાનાથી અધિક છે?
ભ૦–હે ગૌતમ! પરિમંડલ સૌથી થોડાં છે, તેથી વૃત્ત સંસ્થાનો સંખ્યાતગણું છે, તેથી ચતુરઢ, તેથી યસ, તેથી આયત, અને તેથી અનિત્થસ્થ સંસ્થાનો અસંખ્યાતગણું છે.
છે જે સંસ્થાન જે સંસ્થાનની અપેક્ષાએ બહુ પ્રદેશાવગાહી હોય, તે સ્વાભાવિક રીતે જોડાં છે. પરિમંડલ સંસ્થાન ઓછામાં ઓછું ૨૦ પ્રદેશની અવગાહનાવાળું હોય છે; અને વૃત્ત, ચતુરસ્ત્ર
સ્ત્ર અને આયત સંસ્થાન અનુક્રમે ઓછામાં ઓછી પાંચ, ચાર, ત્રણ અને બે પ્રદેશની અવગાહનાવાળાં છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org