Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રી શામજી-૨ ગૌ–હે ભગવન! જીવાસ્તિકાય કેટલાં રૂપગ ધાદિવાળો છે ?
માહે ગૌતમ ! જીવાસ્તિકાય પણ અરૂપી હાઈ રૂપગંધાદિ વિનાને છે. દ્રવ્યથી તે અનંત વ્યરૂપ છે; ક્ષેત્રથી તે લોક જેવડે છે; કાળથી તે નિત્ય છે; ભાવથી રંગગંધાદિ વિનાને તથા ગુણથી બોધવ્યાપારરૂપ ઉપયોગગુણવાળે છે.
ગૌત્ર –હે ભગવન ! પુદ્ગલાસ્તિકાયમાં કેટલા રંગ અંધાદિ છે ?
ભ–હે ગૌતમ! તે પાંચ રંગ, પાંચ રસ, બે ગંધ, અને આઠ સ્પર્શવાળો છેમૂર્ત છે, અજીવ છે, શાશ્વત છે, અને અવસ્થિત લોકદ્રવ્ય છે. દ્રવ્યથી તે અનંત દ્રવ્યરૂ૫ છે; ક્ષેત્રથી લોક જેવડો છે; કાળથી નિત્ય છે; ભાવથી રંગઅંધાદિવાળે છે, અને ગુણથી તે (પરસ્પર સંબંધરૂપ ) ગ્રહણગુણવાળો છે.'
ગર- હે ભગવન ! ધર્માસ્તિકાયને એક પ્રદેશ તે ધર્માસ્તિકાય એમ કહેવાય ?
મ–ના ગૌતમ ! એ પ્રમાણે બે ત્રણ કે અસંખ્યય પ્રદેશો પણ ન કહેવાય; જ્યાં સુધી ધર્માસ્તિકાયને એક પ્રદેશ પણ ઊણો છે ત્યાં સુધી તેને ધર્માસ્તિકાય ન કહેવાય. કારણ કે, ચક્રને ભાગ તે ચક્ર ન કહેવાય; તે આખું હોય
૧. કારણ કે દારિકાદિ અનેક પુગલો સાથે જીવને સંબંધ છે, અથવા પ્રાણધારી જીવ દારિકાદિ અનેક જાતનાં પુદ્ગલેનું ગ્રહણ કર્યા કરે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org