Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
કર્મો વિશે કેટલીક વિગત નથી' એ પ્રમાણે વિપરીત બુદ્ધિ પામેલા) થઈને તેઓ કાંક્ષાહનીય કર્મ અનુભવે છે.
ગ -- હે ભગવન ! જિનાએ જે જણાવ્યું છે, તે જા સત્ય અને નિઃશંક છે ?
મહ–હા ગૌતમ! જિનાએ જે જણાવ્યું છે, તે જ સત્ય અને નિઃશંક છે.
ગૌ હે ભગવન ! જે જીવ “જિનોએ કહ્યું છે તે જ સત્ય છે” એ પ્રમાણે માનીને મનને સ્થિર કરે છે, તથા બીજા મતો સત્ય નથી.” એ પ્રમાણે મન વડે ચિંતવે છે તથા એ પ્રમાણે મનને બીજા મતોથી પાછું વાળે છે, તે જીવ જિનની આજ્ઞાન આરાધક (સેવક) થાય છે ?
મહ–હા ગૌતમ ! તે. પ્રાણી જિનની આજ્ઞાનો આરાધક થાય છે.
–શતક ૧, ઉદ્દે ૩ ગૌ–હે ભગવન ! જે કાંક્ષામેહનીય કર્મ કેવી રીતે બાંધે છે?
મહ–હે ગૌતમ ! પ્રમાદરૂપ હેતુથી, અને ગરૂપ નિમિત્તથી છેવો કાંક્ષાએહનીય કર્મ બાંધે છે.
વિવરણ: પ્રમાદ એટલે મિથ્યાત્વ, અવિરતિ અને કષાય.૩ પ્રમાદના આઠ પ્રકાર આ પ્રમાણે પણ કહેવાય છે
૧. વસ્તુના યથાર્થ શ્રદ્ધાનને અભાવ, તથા અન્યથાર્થ વસ્તુનું શ્રદ્ધાન.
૨. દોષોથી ન વિરમવું તે..
૩. સમભાવની મર્યાદા તોડવી તે.. મુખ્યત્વે:: ક્રોધ, માન. માયા, અને લાભ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org