Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતી-સાર
ગર્ભવાસ
ગૌ૦ –હે ભગવન ! ગર્ભમાં ઉત્પન્ન થતો જીવ ઈદિય-- વાળો ઉત્પન્ન થાય કે ઈકિય વિનાને ?
- મ–કચૅ િ– સ્થૂલ ઈાિની અપેક્ષાએ પ્રક્રિય વિનાનો ઉત્પન્ન થાય; અને ભાવળકિય (ચૈતન્યની શક્તિ ) ની અપેક્ષાએ ઈદ્રિયવાળો ઉત્પન્ન થાય.
–હે ભગવન ! ગર્ભમાં ઉત્પન્ન થતો જીવ શરીરવાળા ઉત્પન્ન થાય કે શરીર વિનાનો ઉપન્ન થાય ?
મ–હે ગૌતમ ! ઔદારિક, વૈક્રિય અને આહારક – એ ત્રણ સ્કૂલ શરીરની અપેક્ષાએ શરીર વિનાને ઉત્પન્ન થાય; અને તૈજસ તથા કામણ એ સૂમ શરીરની અપેક્ષાએ શરીરવાળે ઉત્પન્ન થાય.
ગૌ૦–હે ભગવન ! જીવ ગર્ભમાં ઉત્પન્ન થતાં વેંત શું ખાય છે?
મહ–હે ગૌતમ! પરસ્પર એકઠું થયેલું માતાનું આર્તવ અને પિતાનું વર્ષ ખાય છે.
ગૌ –હે ભગવન્! ગર્ભમાં ગયા બાદ જવ શું ખાય છે !
ભ૦ –હે ગૌતમ! ગર્ભમાં ગયા બાદ છવ માતાએ ખાધેલ અનેક પ્રકારના રસવિકારોના એક ભાગ સાથે માતાના આર્તવને ખાય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org