Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
છવ વિશે પરચૂરણ વિગત જીવ મેહનીયરૂપ પાપકર્મને સૂમસંપરા* (૧૧મું) ગુણસ્થાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બાંધે છે અને બાંધશે; અથવા ત્યાંથી પડીને પણ બાંધશે. (૧). વેદ ક્ષીણ થયા પછી પાપકર્મ બાંધે છે, પણ સૂક્ષ્મસંપાયાદિ અવસ્થામાં બાંધો નથી. (૨). ઉપશાન્તવેદ સૂક્ષ્મપરાયાદિ અવસ્થામાં પાપકર્મ બાંધતો નથી, પણ ત્યાંથી પડીને બાંધે છે. (૩). અને વેદ ક્ષીણ થયા પછી સુભસંપાયાદિ ગુણસ્થાનકે બાંધતો નથી, અને પછી બાંધશે પણ નહિ. (૪). કષાયવાળા જીવોને ચારે વિકલ્પ જાણવા : પ્રથમ વિકલ્પ અભવ્યની અપેક્ષાએ; બીજે, જેને મોહનીયકર્મને ક્ષય થવાનો છે એવા ભવ્યની અપેક્ષાએ ; ત્રીજો, ઉપશમક સૂમપરાયને અપેક્ષીને; અને ચોથ, પક સૂક્ષ્મસંપાયને અપેક્ષીને. એમ લોભકષાયોનું પણ જાણવું. પરંતુ ક્રોધ, માન અને ભાયાવાળાને પ્રથમ બે જાણવા; કેમકે તેમને ઉદય હાય ત્યારે અબંધપણું સંભવતું નથી. પ્રથમ વિકલ્પ અભવ્યને અપેક્ષીને અને બીજો ભવ્યવિશેષને અપેક્ષીને જાણવો. સંયેાગીને પણ ચારે જાણવા. (૧–અભવ્ય; ર-ભવ્યવિશેષ; ૩-ઉપશમક, ૪–ક્ષપક ); તથા અગીને છેલ્લે જાણવો.
નારક જીવને ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિ ન હોવાથી પ્રથમ બે વિકલ્પ જ હોય. તે જ પ્રમાણે અસુરકુમારથી સ્વનિતકુમાર દે, વાનવ્યંતર દે, જ્યોતિષિક દેવો અને
છે જેમાં મેહનીચને અંશ લોભરૂપે જ ઉદયમાન હોય છે, પણ બહુ સૂમ પ્રમાણમાં, તે સૂમસં૫રાય.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org