Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતી-સાર પાક્ષિકને ચારે વિકલ્પ છે. તેમાં પહેલે વિકલ્પ (બાંધશે) પ્રશ્ન સમયની અપેક્ષાએ તુરતના ભવિષ્યની અપેક્ષાએ છે, બીજો વિકલ્પ (બાંધશે નહીં) પછીના ભવિષ્ય સમયમાં ક્ષપકપણુની પ્રાપ્તિની અપેક્ષાઓ છે; ત્રીજો વિકલ્પ (બાંધતે નથી, બાંધશે) મેહનીય કર્મનો ઉપશમ કરી, પછી પડવાને હોય તેની અપેક્ષાએ છે; અને એથે ( બાંધતો નથી, અને બાંધશે નહીં) ક્ષપકપણુની અપેક્ષાએ છે.
સમ્મદષ્ટ જીવને ચારે વિકલ્પ જાણવા; તથા મિથ્યાદષ્ટિને અને મિશ્રદાષ્ટને પ્રથમ બે જાણવા. કારણ કે તેમને વર્તમાનકાળમાં મેહનો બંધ હોય જ છે.
જ્ઞાની જીવને ચાર વિકલ્પ; અને અજ્ઞાનીને પ્રથમ બે જાણવા. કારણ કે તેને મેહનીયકર્મનો ક્ષય અને ઉપશમ નથી. મતિજ્ઞાનીથી માંડીને મન પર્યાવજ્ઞાની સુધી ચારે વિક જાણવા; કેવલજ્ઞાનીને છેલ્લે એક ( નથી બાંધતો.. નહીં બાંધે ) જાણવો. આહાર સંજ્ઞાથી માંડીને પરિગ્રહસંજ્ઞા સુધીની સંજ્ઞાવાળાઓને પ્રથમ બે જાણવા; અને નોસંજ્ઞા (આહારાદિની અનાસક્તિ) વાળાને મેહનીયન ક્ષય તથા ઉપશમનો સંભવ હોવાથી ત્યારે જાણવા. વેદવાળા જીવને પ્રથમ બે જાણવા; કારણ કે વેદને ઉદય હોય ત્યાં સુધી જીવને મેહનીયનો ક્ષય અને ઉપશમ ન હોય; વેદ વિનાના જીવને ચારે જાણવા. વેદ ઉપશાંત થવાથી વેદરહિત થયેલ
૧. સ્ત્રી-પુરુષાદિને પિતપોતાની બતિને અનુરૂપ કામાદિ. વિકાર.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org