Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ભગવતીસાર ગૌહે ભગવન ! શું ચરમજીવ કે અચરમજીવર જ્ઞાનાવરણય કર્મ બાંધે?
મ–હે ગૌતમ ! એ બંને આઠે કર્મપ્રકૃતિએ કદાચ બાંધે અને કદાચ ન બાંધે.૩
– શતક ૬, ઉદ્દે ૩ ૪: કર્મો વિશે કેટલીક વિગત
રાજગૃહમાં ભગવાનના શિષ્ય માકંદિપુત્ર પૂછે છેઃ
મા –હે ભગવન્! જીવે જે પાપકર્મ કર્યું છે અને હવે પછી કરશે, તેમાં પરસ્પર કંઈ ભેદ છે?
મહ–હા ભાકદિપુત્ર ! તેમાં પરસ્પર ભેદ છે. જેમ કોઈ પુરુષે આકાશમાં ઊંચે ફેકેલા બાણને કંપનમાં તેના પ્રયત્નની વિશેષતાથી ભેદ હોય છે, તેમ પુરુષે કરેલા ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળના કર્મમાં તીવ્ર મંદાદિ પરિણામના ભેદથી ભિન્નતા હોય છે.
મા –હે ભગવન ! નરયિકે જે પુદ્ગલોને આહારરૂપે ગ્રહણું કરે છે, તે પુદ્ગલેને કેટલા ભાગ ભવિષ્યકાળમાં આહારરૂપે ગૃહીત થાય છે, અને કેટલા ભાગ (નિર્જરાય) તજાય છે ?
૧. એટલે કે જેને છેલ્લો ભવ થવાનું છે તે ૨. જેને છેલ્લો ભવ નથી થવાને એટલે કે સંસારી તેમ જ
સિદ્ધ.
૩. અાગી ચરમ નથી બાંધતો; અચરમ-સંસારી બાંધે; અચરમ-સિદ્ધ ન બાંધે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org