Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતીન્સાર અને મિથ્યાદર્શનશલ્યને ત્યાગ – એ બધાં કેટલા વર્ણ વગેરે વાળાં છે ?
મ–હે ગૌતમ! તે બધાં વર્ણ વિનાનાં, ગંધ વિનાનાં, રસ વિનાનાં અને સ્પર્શ વિનાનાં છે; કારણ કે તે બધાં જીવન ઉપયોગસ્વરૂપ છે, અને જીવન ઉપયોગ અમૂર્ત હોય છે, તેથી વર્ણાદિરહિત હોય છે.
ગૌ–હે ભગવન્! પત્તિકી (સ્વાભાવિક ઉત્પન્ન થયેલી), નયિકી (ગુરુના વિનય – શાસ્ત્રાદિ દ્વારા થયેલી ), કાર્મિકી (કર્મ દ્વારા થયેલી છે અને પરિણામિકી ( લાંબા કાળ સુધી પૂર્વાપર અર્થના અવલોકનાદિથી થયેલી ) બુદ્ધિ કેટલા વર્ણદિવાળી છે ? | મહે ગૌતમ ! તે બધી વર્ણાદિ વિનાની છે. (જીવને સ્વભાવ હોવાથી.) તે પ્રમાણે અવગ્રહ, ઈહિ.. અવાય, અને ધારણું પણ જીવન ઉપયોગસ્વરૂપ હોવાથી વર્ણાદિરહિત છે. તે જ પ્રમાણે ઉત્થાન, કર્મ, બલ. વીર્ય અને પુરુષકાર પરાક્રમ – એ બધાં પણ વર્ણાદિ રહિત છે.
– શતક ૧ર, ઉદેવ ૫
ગૌ હે ભગવન ! જીવો આગથી ( જાણપણે - આયુષને બંધ કરે, કે અનાભોગથી (અજાણપણે?
મહ–હે ગૌતમ ! એવો આભાગથી ( જાણપણે છે આયુપને બંધ ન કરે, પણ અજાણપણે કરે.
---- શતક છે. ઉદે, .
૧: જુઓ આગળ પા. ૩ર૧,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org